Carbohydrates keep your body healthy and healthy
  • Home
  • Featured
  • કાર્બોહાઈડ્રેટ્સ તમારા શરીરને રાખે છે સ્વસ્થ અને તંદુરસ્ત  

કાર્બોહાઈડ્રેટ્સ તમારા શરીરને રાખે છે સ્વસ્થ અને તંદુરસ્ત  

 | 7:30 am IST

ડાયટ ટિપ્સ : શુભાંગી ગૌર

જુદા જુદા દેશોમાં વસતા લોકો જુદી જુદી રીતે ખોરાક લે છે. દરેક દેશ એક ચોક્કસ સ્તર અને પ્રમાણમાં ચરબી, પ્રોટીન અને કાર્બોહાઈડ્રેટ લે છે. જોકે આમાં જે સામાન્ય છે તે એ છે કે કોઈપણ દેશની સંસ્કૃતિમાં મૂળભૂત રીતે રિફાઈન્ડ કે પ્રોસેસ કરેલો ખોરાક ખાવાનો કોઈ રિવાજ છે નહીં. આપણે કોઈ રિફાઈન્ડ કે પ્રોસેસ કરેલો ખોરાક ખાવા માટે સર્જાયા નથી. આપણા શરીરને સ્થાનિક, તાજો અને રસાયણમુક્ત ખોરાક પૂરો પાડીને સ્વાસ્થ્યને તંદુરસ્ત અને સ્વસ્થ રાખવું જોઈએ.  આગળના  અંકમાં જોઈ ગયા તેમ આ વખતે પણ આપણે કાર્બોહાઈડ્રેટ્સથી ભરપૂર ધાન્ય વિશે અને તેમાંથી મળતાં પોષકતત્ત્વો વિશે જાણીશું

જવ

જવ એક ખૂબ જ આરોગ્યપ્રદ અનાજ છે અને ફઈબર અને સેલેનિયમનો સમૃદ્ધ સ્ત્રોત છે. તે લોહીમાં કોલેસ્ટેરોલ અને ટ્રાયગ્લિસરાઈડનું સ્તર ઘટાડે છે. તેમાં રહેલા ફઈબરના ઊંચા પ્રમાણને કારણે, જવ લો ગ્લાયસેમિક ઇન્ડેક્સ ધરાવે છે અને ડાયાબિટીસવાળા લોકોને લેવાનું સૂચવવામાં આવે છે. આ અનાજ તમને લાંબા સમય સુધી પેટ ભરેલું હોવાની લાગણી આપે છે. જેના કારણે તે વજન-ઘટાડા માટેનો ઉત્તમ ખોરાક બની જાય છે. જવનો ઉપયોગ પિત્તાશયની પથરી થતો અટકાવતો હોવાનું અને લીવરની તંદુરસ્તી જાળવતો હોવાનું જાણવામાં આવ્યું છે. તેમાં રહેલું સેલેનિયમનું પ્રમાણ પ્રોસ્ટેટ ગ્રંથિની તંદુરસ્તી અને સીલીકા હાડકાંને મજબૂત બનાવે છે. જવ સગર્ભા માટે પણ શ્રેષ્ઠ છે.

શરીરમાં જે વધારાનું પાણી રહેલું હોય છે, તેને કાઢવા માટે થોડાક જવ પાણીમાં ઉકાળો. તેમાં થોડું લીંબુ ઉમેરો અને આ પીણું પીઓ. તે પ્રીમેન્સ્ટ્રુઅલ (પીએમએસ) લક્ષણો ઘટાડે છે અને તે માસિકચક્ર બાદ પણ પી શકાય છે. બાફેલા જવ દાળ અથવા કઠોળ સાથે ખાઈ શકાય છે, તેને શાકમાં મિક્સ કરી શકાય છે અથવા તો સૂપમાં ઉમેરીને પૌષ્ટિક ભોજન બનાવી શકાય છે.

મકાઈ

મકાઈમાં ફેલિક એસિડ હોય છે, જે ધમનીઓને નુકસાન કરતા હોમોસિસ્ટિનનું પ્રમાણ ઘટાડે છે. ફઈબર અને ફેલેટમાં સમૃદ્ધ આહાર મોટા આંતરડાના કેન્સરની શક્યતાઓ ઘટાડતો હોવાનું જ્ણાયું છે. મકાઈ વિટામિન બી૧, બી૨ અને સીની સાથે ફેસ્ફ્રસ અને મેંગેનીઝનો પણ સમૃદ્ધ સ્ત્રોત છે.

બાજરી

ફાઈબર, પ્રોટીન, મેંગેનીઝ અને મેગ્નેશિયમમાં સમૃદ્ધ આ અનાજ તમને લાંબો સમય સુધી પેટ ભરેલું હોવાની લાગણી આપે છે અને તમારી કેલરી લેવાનું પ્રમાણ ઘટાડી શકે છે. પાચનના સમયે, તે વિભાજન પામીને શક્તિ છૂટી પાડે છે જેનાથી તમને દિવસ દરમિયાન મજબૂત હોવાનો અને શક્તિ રહેતી હોવાનો અનુભવ કરાવે છે.  બાજરીમાં ભરપૂર પ્રમાણમાં પોષકતત્ત્વો રહેલાં છે જે શરીરને તંદુરસ્ત રાખે છે.

ઓટ્સ

ઓટ્સ વજન ઘટાડવા માટે અને હૃદય માટે ખૂબ સારો આહાર છે. તે સેલેનિયમ, મેંગેનીઝ, ફાઈબર, વિટામિન અને પ્રોટીન સમૃદ્ધ હોય છે. ઓટ્સમાં બીટા ગ્લુકોન હોય છે, જે ખૂબ ઝડપથી કોલેસ્ટેરોલ ઘટાડે છે. નિયમિત ઓટ્સ લેવું રોગપ્રતિકારકતા વધારવા માટે શ્રેષ્ઠ છે. એન્ટિઓક્સિડન્ટથી ભરપૂર હોવાના કારણે, તે હૃદય અને ધમનીઓને તંદુરસ્ત રાખે છે. બીટા ગ્લુકોન લોહીમાં શર્કરાનું પ્રમાણ ઘટાડે છે. અને જાળવે છે. જેનાથી તે ડાયાબિટીસના દર્દીઓ માટે ઉત્તમ આહાર બને છે. ઓટ્સમાં રહેલું દ્રાવ્ય ફઈબર પાચનને સુધારે છે અને કબજિયાત, પાઈલ્સ, મોટા આંતરડાના કેન્સર અને પેટ તથા આંતરડાની તકલીફે નિવારે છે અને આ તકલીફે માટે તે ઉપાય પણ છે. ઓટ્સમાં રહેલા ટ્રીપ્ટોફઈન અને મેગ્નેશિયમને કારણે તેનો ઉપયોગ અનિદ્રાના રોગના શક્યતઃ ઈલાજ તરીકે થઈ શકે છે.

[email protected]

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન