cardi b opens about after accidentally posting topless photo
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Entertainment
  • Bollywood
  • 28 વર્ષની વિશ્વવિખ્યાત સિંગરથી થઈ મોટી ભૂલ, પલંગ પરનો પોતાનો આવો ફોટો શેર કર્યો અને…

28 વર્ષની વિશ્વવિખ્યાત સિંગરથી થઈ મોટી ભૂલ, પલંગ પરનો પોતાનો આવો ફોટો શેર કર્યો અને…

 | 3:58 pm IST
  • Share

સોશિલય મીડિયા પર બોલિવૂડ તેમજ હોલિવૂડના સ્ટાર્સ ભારે એક્ટિવ રહેતા જોવા મળે છે. તે લોકો અવાર નવાર કોઈને કોઈ ફોટો વીડિયો પોસ્ટ કરતાં રહે છે. પરંતુ ક્યારેય મોટી ભૂલ થઈ જતી હોય છે અને પછી અફસોસ થતો હોય છે. આ પહેલાં ‘કેપ્ટન અમેરિકા’ ફેમ એક્ટર ક્રિસ ઇવાન્સ સાથે પણ એક અજીબ ઘટના ઘટી હતી કે તેનો એક નગ્ન વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આકસ્મિક રીતે તેના ફોનમાંથી એક વીડિયો શેર થઈ ગયો હતો, હવે ફરીથી એક અભિનેત્રી સાથે કંઈક આવું થયું છે.

પ્રખ્યાત રેપર કાર્ડી બીએ મંગળવારે એટલે કે 14 ઓક્ટોબરે ઇંસ્ટાગ્રામ પર આકસ્મિક રીતે પોતાનો એક ટોપલેસ ફોટો શેર કર્યો હતો. ફોટો હટાવ્યો એના થોડા સમય પહેલા સુધી તે તેના પ્રોફાઇલ પેજ પર રહી હતી. તસવીરમાં કાર્ડી તેના જન્મદિવસની ઉજવણી બાદ શર્ટ વગર જ પલંગ પર સૂતેલી જોવા મળી હતી. ભૂલની ખબર પડતાં જ તેણે પોતાની આ તસવીર ત્યાંથી હટાવી લીધી હતી.

હવે એક દિવસ પછી અમેરિકન રેપરે આ પોસ્ટ અંગે વાત કરી હતી કે તે ભૂલથી એક પોસ્ટ થઈ ગઈ હતી. કાર્ડીએ ટ્વિટર પર તેના અવાજમાં એક વોઇસ મેસેજ પણ શેર કર્યો જેમાં તે કહે છે કે ‘… કેમ? કેમ, કેમ, કેમ? શું તમે જાણો છો? હું આવું ક્યારેય નથી કરી શકતી. 28 વર્ષની કાર્ડીએ કહ્યું, ‘હું મારો નાસ્તો પૂરો કરવા જઈ રહી હતી અને પછી હું એક પાર્ટીમાં જવાની હતી. કારણ કે હું તેના વિશે વિચારવાની પણ નહોતી. હું તેના વિશે વિચારવાની નથી, ઠીક છે? ના, ના. વળી, કાર્ડીએ તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર લખ્યું હતું કે આવું તેણે કર્યું નથી. અને ના તો તેમના વિશે આવી કોઈ સ્ટોરી છે.

આ વીડિયો પણ જુઓ: ભાવનગરના સિહોરમાં સફાઈકર્મીઓનો વિરોધ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન