કરિયરમાં સફળતા મેળવવા ફેંગશુઇ ટિપ્સ - Sandesh
NIFTY 10,480.60 +21.95  |  SENSEX 34,192.65 +91.52  |  USD 65.2025 -0.05
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Supplements
  • Nakshatra
  • કરિયરમાં સફળતા મેળવવા ફેંગશુઇ ટિપ્સ

કરિયરમાં સફળતા મેળવવા ફેંગશુઇ ટિપ્સ

 | 3:08 am IST

સફળતા દરેક વ્યક્તિને મેળવવી પસંદ હોય છે, તે સફળતા માટે વ્યક્તિ ઘણી મહેનત પણ કરે છે. સફળતા મેળવવા તમે આ ફેંગશુઇ ટિપ્સ અપનાવો જે તમે ઓફિસ, ઘર તથા તમારા બેડરૃમ માટે પણ અપનાવી શકો છો.

ફેંગશુઇ મુજબ ઉત્તર દિશા કરિયર સંબંધિત ફળ આપનારી છે. ઉત્તર દિશાનું પ્રધાન તત્ત્વ જળ એટલે કે પાણી છે. તથા તેનું સહયોગી તત્ત્વ ધાતુ અને વિરોધી તત્ત્વ માટી છે.

ઉત્તર દિશામાં કરિયર સંબંધી લાભ પ્રાપ્ત કરવા માટે ફેંગશુઇ માને છે કે જો ઉત્તર દિશામાં પાણીનો સ્ત્રોત ન હોય અને ધાતુથી બનેલા ફર્નિચર રાખવાથી ઉત્તમ ફળ પ્રાપ્ત થશે.

તમારા ઘરમાં કે જે રૃમમાં તમે રહેતા હોવ તે રૃમની ઉત્તર દિશા પરની દીવાલ પર નદી કે ઝરણાંની પેઇન્ટિંગ કે ફોટો લગાવો.

ઉત્તર દિશામાં વાદળી રંગના પડદા અને કાળા રંગ અથવા કથ્થઇ રંગનું ફર્નિચર રાખો, તેનાથી તમને લાભ થશે.

આ ઉપરાંત પણ તમે સફળતા મેળવવા માટે પીળો તથા ભૂરો રંગ દીવાલ પર કરાવી શકો છો.

તમારી ઓફિસમાં પણ તમે ઉત્તર દિશા તરફ કોઇપણ ધાતુનો બનેલો ફ્લાવર પોર્ટ રાખી શકો છો, અને તેમાં સફેદ રંગના ફૂલો રાખવા શ્રેષ્ઠ છે.