Most Common Mistakes of the bedroom beds Astrology
  • Home
  • Astrology
  • સાવધાન બેડરૂમનો પલંગ ગોઠવવામાં કરશો આ ભૂલ તો દાંપત્યજીવનમાં થશે તકરાર

સાવધાન બેડરૂમનો પલંગ ગોઠવવામાં કરશો આ ભૂલ તો દાંપત્યજીવનમાં થશે તકરાર

 | 4:47 pm IST

એવું કહેવાય છે કે જોડીઓ તો સાતમાં આસમાને બનતી હોય છે. પતિ-પત્નીના સંબંધો જો મીઠા હોય તો જીવન મધુરૂ લાગે છે તે જ રીતે જો બંને વચ્ચે મનમેળ ન હોય તો જીવનમાં પારાવાર મુશ્કેલીઓ આવે છે. આપણે ત્યાં વાસ્તુશાસ્ત્ર તેમજ ફેંગશૂઈમાં ઘરની સાજ સજાવટને લઈને ખાસ માર્ગદર્શન આપવામાં આવ્યું છે.

આ પણ વાંચો: રાશિ અનુસાર કરો આ મંત્રનો જાપ, થશે ચમત્કાર મળશે ઝળહળતી સફળતા

ફેંગશૂઈના સરળ ઉપાયોના કારણે તેનું ચલણ અન્ય દેશોની સાથે ભારતમાં પણ વધ્યું છે. ફેંગશૂઈ શબ્દમાં ફેંગનો અર્થ થાય છે વાયુ અને શૂઈ એટલે જળ. આ શાસ્ત્ર વાયુ અને જળ પર આધારિત છે. જીવનમાં સુખ-શાંતિ જાળવી રાખવા માટે આ શાસ્ત્રના અનેક ઉપાયો કામ લાગી શકે છે. આ ઉપાયોને અમલમાં મુકવામાં આવે તો દાંપત્યજીવનમાં પ્રેમ વધે છે. તો જાણી લો કયા કયા છે આ ઉપાય.

બેડરૂમમાં બારી પાસે પલંગ ન રાખવો. બારી પાસે પલંગ રાખવાથી પતિ-પત્ની વચ્ચે તાણ અને અવિશ્વાસ વધે છે. જો પલંગ નજીક બારી હોય તો તેના પર પડદા જરૂરથી રાખવા. બેડ પર ફાટેલી ચાદર ન પાથરવી, આવી ચાદરનો ઉપયોગ કરવાથી નકારાત્મકતા વધે છે અને લડાઈ-ઝઘડા થાય છે.

પલંગ નીચે કોઈપણ પ્રકારનો બિનઉપયોગી સામાન કે ભંગાર એકઠો ન કરવો. આ દોષથી પણ પતિ-પત્ની વચ્ચે તાણ વધે છે. શક્ય હોય ત્યાં સુધી પલંગ નીચેનું સ્થાન ખાલી રાખવું. કોઈ ભારે સામાન પલંગ નીચે ન મુકવો.

ટીવી, કોમ્પ્યૂટર જેવા ઈલેક્ટ્રોનિક્સ સાધનો બેડરૂમમાં ન રાખવા. આવા સાધનોની તરંગો ઘરમાં નકારાત્મકતા ફેલાવે છે. જો આ વસ્તુઓ રાખી હોય તો તેને ઢાંકીને રાખવી. બેડરૂમની દિવાલોને આછા રંગ જ કરવા, દંપતિના રૂમની દીવાલો ઘેરા રંગની હોય તો તેમની વચ્ચે ક્લેશ થયા કરે છે. લાલ રંગ કે ભડકાઉ રંગોનો ઉપયોગ ક્યારેય ન કરવો. બને ત્યાં સુધી ઘરમાં આછા કલર જેવા કે પીળો, ગુલાબી, આસમાની કલર લગાવવો.

આ વીડિયો જુઓ: જાણો પુષ્ય નક્ષત્રે ખરીદેલી વસ્તુની સ્થાપના વિશે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન