careful! Expert said that there is a dangerous virus in WhatsApp, hackers can see private files
  • Home
  • Featured
  • સાવધાન! એક્સપર્ટે વોટ્સએપમાં શોધી કાઢી એવી વસ્તું કે જેના કારણે થશે તમારો ડેટા લીક

સાવધાન! એક્સપર્ટે વોટ્સએપમાં શોધી કાઢી એવી વસ્તું કે જેના કારણે થશે તમારો ડેટા લીક

 | 1:06 pm IST

મોટાભાગના લોકો સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ કરે છે, તેથી હેકર્સની નજર પણ તેમને હેક કરવાની તરફ જ રહે છે. સુરક્ષાના તમામ પગલા હોવા છતાં તે સમયે સમયે સફળ પણ બને છે. આવા જ સમાચાર વોટ્સએપ વિશે પણ આવી રહ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે વોટ્સએપમાં કંઇક ખોટું થયું છે જેના કારણે હેકર્સ યુઝર્સના ડેટાને સંપૂર્ણ રીતે એક્સેસ કરવામાં સક્ષમ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ દ્વારા યુઝર્સના ફોટા, વીડિયો અને ડોક્યુમેન્ટ્સની ચોરી થઈ શકે છે. તેથી જ સાયબર નિષ્ણાંતોએ વપરાશકર્તાઓને સાવચેત રહેવાની ચેતવણી આપી છે.

પેરીમીટરએક્સ સંશોધનકાર ગેલ વીઝમેનને આ વિશે માહિતી મળી. સંશોધનકારે કહ્યું કે, વોટ્સએપની કન્ટેન્ટ સિક્યુરિટી પોલિસીમાં છટકબારી છે. આને કારણે વોટ્સએપના વેબ ક્લાયંટને પણ અસર થઈ હતી. આ બગ વિન્ડોઝ તેમજ મેક ઓપરેટિંગ સિસ્ટમ પર પણ હુમલો કરી રહ્યો છે, આઇફોન યુઝર્સને તેનાથી સૌથી મોટો ખતરો છે. આ બગને લીધે હેકર્સ વપરાશકર્તાઓના કમ્પ્યુટરમાં હાજર બધી ફાઇલોને સરળતાથી એક્સેસ કરી રહ્યાં છે. નિષ્ણાતોએ યુઝર્સને ફોનમાં નવીનતમ વર્ઝન સાથે વોટ્સએપ એપને અપડેટ કરવાની સલાહ આપી છે.

સાયબર નિષ્ણાત વેઝમેન કહે છે કે હેકરો જાવા સ્ક્રિપ્ટનો ઉપયોગ કમ્પ્યુટરમાં હાજર ખાનગી ફાઇલોને હેક કરવા માટે કરે છે. આ માટે નકલી લિંક્સનો ઉપયોગ કરવામાં આવે છે. વપરાશકર્તા આ લિંક પર ક્લિક કરે છે કે તરત જ હેકર્સ કમ્પ્યુટર પર એક્સેસ મેળવે છે.

જો કે, વોટ્સએપે ઇનકાર કર્યો છે કે યુઝર્સના ડેટામાં ચેડા થઈ શકે. કંપનીના પ્રવક્તાએ એક નિવેદન બહાર પાડતાં કહ્યું કે, અમે વપરાશકર્તાઓને ખતરનાક હેકરના હુમલાઓથી બચાવવા સુરક્ષા સંશોધકો સાથે સતત સંપર્કમાં છીએ. આ ભૂલ ડિસેમ્બર 2019 માં ઠીક કરવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન