Careful, these things kept in copper vessels can be consumed dangerously
  • Home
  • Featured
  • તાંબાના વાસણમાં રાખેલી આ વસ્તુઓનું સેવન કરવું અતિશય ગંભીર

તાંબાના વાસણમાં રાખેલી આ વસ્તુઓનું સેવન કરવું અતિશય ગંભીર

 | 9:52 am IST

આપણે દરેક લોકો જાણીએ છીએ કે તાંબાના વાસણમાં રાખેલું પાણી સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક હોય છે. પરંતુ શુ તમે જાણો છો કે કેટલીક એવી વસ્તુઓ પણ છે જેને તાંબાના વાસણમાં રાખવી અને તેનું સેવન કરવાથી સ્વાસ્થ્યને લગતી ખતરનાક બીમારીઓ થઇ શકે છે. તો આવો જાણીએ કેવી રીતે તાંબાના વાસણ સ્વાસ્થ્ય માટે ગંભીર સાબિત થઇ શકે છે.

દહીં

દહીંને તાંબાના વાસણમાં રાખવા અને તેનું સેવન કરવાથી તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઇ શકે છે. તેનાથી તમને ફૂડ પોઇજનિંગ થઇ શકે છે અને જીવ પણ ગભરાવવા લાગે છે તેમજ અન્ય કેટલીક સમસ્યાઓ થઇ શકે છે.

લીંબુ

લીંબુનો રસ, લીંબુના પાણી કે લીંબુને કોઇપણ રીતે તમે તાંબાના વાસણમાં રાખો છો. તો તેમા રહેલું એસિડ તાંબાની સાથે ક્રિયા કરે છે. જે તમારા માટે હાનિકારક સાબિત થઇ શકે છે.

વિનેગર

વિનેગર એક પ્રકારનું એસિડિક પદાર્થ છે અને તેને તમે તાંબાના વાસણમાં કે તેની સાથે રાખવાથી થનારી રાસાયણિક ક્રિયા તમારા સ્વાસ્થ્ય પર ખરાબ અસર કરી શકે છે.

અથાણું

અથાણામાં વિનેગરનો ઉપયોગ કરવામાં આવે છે. જેથી તેને તાંબાના વાસણમાં ન રાખો. તે સિવાય પણ અથાણામાં રહેલી ખટાશ તાંબાની સાથે મળીને તમારા સ્વાસ્થ્ય માટે ઝેરનું કામ કરે છે.

છાશ

છાશ સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. પરંતુ તેનો ઉપયોગ ક્યારેય તાંબાના વાસણમાં ન કરવો જોઇએ. નહીંતર તમે બીમાર પડી શકો છો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન