Caretaker of Salman Khan's bungalow held in 29 year old robbery case
  • Home
  • Entertainment
  • Bollywood
  • સલમાન ખાનના બંગલા પર ક્રાઈમ બ્રાન્ચની રેડ, 29 વર્ષથી ફરાર આરોપી ઘરમાંથી ઝડપાયો

સલમાન ખાનના બંગલા પર ક્રાઈમ બ્રાન્ચની રેડ, 29 વર્ષથી ફરાર આરોપી ઘરમાંથી ઝડપાયો

 | 11:50 am IST

29 વર્ષ જુના લૂંટના કેસમાં વોન્ટેડ આરોપી બુધવારે બોલિવૂડ અભિનેતા સલમાન ખાનના મુંબઇમાં આવેલા બંગલામાંથી ઝડપાયો હતો. ગુરુવારે તેને મુંબઈની કોર્ટમાં રજૂ કરવામાં આવશે. 62 વર્ષીય શક્તિ સિદ્ધેશ્વર રાણા તરીકે આરોપીની ઓળખાણ થઈ છે. છેલ્લા 15 વર્ષથી સલમાન ખાનના ગોરાઈ સ્થિત બંગલાની તે દેખરેખ કરતો હતો. તેના પર મુંબઈમાં 29 વર્ષ પહેલા થયેલી લૂંટનો આરોપ છે.

ક્રાઈમ બ્રાંચે 1990માં તેમની ધરપકડ કરી હતી

પોલીસે જણાવ્યું કે રાણાએ પોતાની ઓળખ બદલી હતી અને છેલ્લા ત્રણ દાયકાથી છુપાઈ ગયો હતો. વરિષ્ઠ પોલીસ નિરીક્ષક નિનાદ સાવંતે જણાવ્યું હતું કે, રાણા અને કેટલાક અન્ય લોકો ચોરીમાં સંડોવાયેલા હતા અને ક્રાઈમ બ્રાંચે 1990માં તેમની ધરપકડ કરી હતી. તેમને જામીન પર મુક્ત કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ તે લગાતાર પોલીસને ચકમો આપતાં રહ્યાં.

20 વર્ષથી ગોરાઇ બીચ વિસ્તારમાં રહે છે.

રાણાની વિરુદ્ધ મુંબઈની અદાલતે બિનજામીનપાત્ર વોરંટ જારી કર્યું હતું, જેના પગલે મુંબઈ પોલીસ ક્રાઈમ બ્રાંચના યુનિટએ તેમને પકડવા દાવપેચ શરૂ કર્યા હતી. પરંતુ તે શોધવામાં અસમર્થ રહ્યા હતા. તાજેતરમાં પોલીસને બાતમી મળી હતી કે રાણા છેલ્લા 20 વર્ષથી ગોરાઇ બીચ વિસ્તારમાં એક મકાનમાં રહે છે.

બે દાયકાથી સલમાનના બંગલામાં કામ કરે છે

માહિતીને પગલે ગોરાઈ વિસ્તાર અધિકારીઓ દ્વારા સ્કેન કરવામાં આવ્યા હતા અને સેંકડો લોકોની પૂછપરછ કરવામાં આવી હતી, ત્યારબાદ અધિકારીઓને જાણ થઈ હતી કે રાણા છેલ્લા બે દાયકાથી સલમાન ખાનના બંગલામાં કામ કરે છે. ત્યારબાદ સાદા કપડામાં અધિકારીઓ સલમાન ખાનના બંગલા પર પહોંચ્યા જ્યાં તેમણે રાણાને જોયો. પોલીસે તે વ્યક્તિની પુછપરછ કરીને નક્કી કરી લીધું કે ગુનો કર્યો હતો આ તે જ વ્યક્તિ છે.

પહેલા સાચા જવાબ ન આપ્યાં

રાણાએ શરૂઆતમાં તો તેના ભૂતકાળ અને ગુના અંગે પોલીસે જે પ્રશ્નો કર્યા એના જવાબ આપવાનું ટાળી દીધું હતું. જો કે પછી તેણે પોતાનો ગુનો કબૂલ્યો હતો. રાણાએ પોલીસને જણાવ્યું હતું કે તેણે સલમાન ખાનના બંગલામાં કામ શરૂ કરતાં પહેલાં કોર્ટની કાર્યવાહીમાં ભાગ લેવાનું બંધ કરી દીધું હતું અને ઘણી જગ્યાએ ભાગ્યો હતો.

આ વીડિયો પણ જુઓ: સલમાન ખાનના બંગલાની સંભાળ રાખનાર શખ્સની ધરપકડ કરી

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન