Carrot oil is a best for hair fall problem use this way
  • Home
  • Fashion & Beauty
  • આ એક તેલ લગાવવાથી તમારા વાળ થશે લાંબા અને ભરાવદાર, આ રીતે બનાવો

આ એક તેલ લગાવવાથી તમારા વાળ થશે લાંબા અને ભરાવદાર, આ રીતે બનાવો

 | 11:33 am IST

ખાસ કરીને લોકો ગાજર ખાવાનું પસંદ કરે છે. તે ટેસ્ટી હોવાની સાથે અનેક પોષ્ટિક ગુણોથી ભરેલા હોય છે. તેના સેવનથી આંખોથી જોડાયેલી સમસ્યા દૂર થવાની સાથે મગજને પણ સારી રીતે કામ કરવાની શક્તિ મળે છે. વાત જો હેર કેરની આવે તો ગાજરનું તેલ તૈયાર કરી વાળ પર લગાવવાથી વાળના મૂળ મજબૂત થવાની સાથે વાળથી જોડાયેલી સમસ્યા દૂર થવામાં મદદ મળે છે. ખાસ કરીને લોકોને ખોડા અને ખરતા વાળની સમસ્યાનો સામનો કરવો પડી શખે છે. એવામાં ગાજરનું તેલ ઉપયોગ કરવાથી તે વાળ પર રામબાણની જેમ કામ કરે છે. તો આવો જાણીએ ગાજરના તેલથી શું ફાયદા થાય છે.

ગાજરમાં રહેલા પોષક તત્વ

ગાજરમાં વિટામીન, કેલ્શિયમ, આયરન, બીટા કેરોટીન, એન્ટી-ઓક્સીડેન્ટ, એન્ટી વાયરલ ગુણ રહેલા છે. એવામાં તેનું સેવન કરવાની સાથે તેનું તેલ તૈયાર કરી વાળ પર લગાવવાથી વાલને ઉંડે સુધી મજબૂત બનાવે છે. વાળ લાંબા, ભરાવદાર અને મજબૂત થવામાં મદદ મળે છે. તો આવો જાણીએ તેલ બનાવવાની રીત..

સામગ્રી
2 નંગ – ગાજર
1 કપ – જૈતુન, નારિયેળ કે તલનું તેલ

બનાવવાની રીત

– સૌ પ્રથમ ગાજરને છીણી લો.
– હવે તેને કુકરમાં ઉમેરીને આશરે 30 મિનિટ માટે તેલ ઉમેરીને મુકો, તેનો રંગ નારંગી થાય ત્યાં સુધી રહેવા દો.
– તૈયાર મિશ્રણને ઠંડુ થવા માટે અલગ રાખી દો.
– બાદમાં તેને ગળણીની મદદથી ગાળીને કાચની બરણીમાં સ્ટોર કરી લો.
– તમારું તેલ બનીને તૈયાર છે.
– તેને વાળને ધોવાના એક કલાક પહેલા મસાજ કરો.
– તમે આ તેલને ફ્રીજમાં રાખીને 6-8 મહિના સુધી ઉપયોગ કરી શકો છો.

ગાજરનું તેલ લગાવવાના ફાયદા

ખોડો કરશે દૂર

આ તેલથી મસાજ કરવાથી ખોડાની સમસ્યા દૂર થાય છે. તે વાળ પર કન્ડિશનરની જેમ કામ કરી વાળને સુંદર તેમજ ભરાવદાર બનાવે છે.

ખરતા વાળ

આજકાલ ઘણા લોકોને વાળ ખરવાની સમસ્યા સામાન્ય જોવા મળી રહી છે. એવામાં ગાજરના તેલનો ઉપયોગ કરવાથી વાળના મૂળને મજબૂતી મળે છે. વાળ અંદરથી મજબૂત થવાથી તૂટવા તેમજ ખરવાની સમસ્યાથી રાહત મળે છે.

લાંબા વાળ

નિયમિત રીતે આ તેલની મસાજ કરવાથી ખરતા વાળની સમસ્યા બંધ થશે જ્યારે લાંબા અને ભરાવદાર થવામાં મદદ મળે છે.

આ પણ જુઓ : 1 ચમચી ઓલિવ ઓઇલ માસિકના દુ:ખાવાથી આપશે મુક્તિ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન