સ્વિફ્ટથી લઈને આઈ 20 સહિતની કાર થશે સસ્તી - Sandesh
  • Home
  • Business
  • સ્વિફ્ટથી લઈને આઈ 20 સહિતની કાર થશે સસ્તી

સ્વિફ્ટથી લઈને આઈ 20 સહિતની કાર થશે સસ્તી

 | 6:57 pm IST

જો તમે સ્વિફ્ટ કે આઈ 20 જેવા અનેક મોડલની કાર ખરીદવાની યોજના બનાવતા હોય તો તમારે ઓછા રૂપિયા ખર્ચવાના આવશે. એવું એટલા માટે  કારણકે મારુતિ, હોન્ડા અને હુંન્ડાઈ  સહિતની અનેક કંપનીઓએ ઓટો એક્સ્પો 2018માં પોતના જૂના મોડલોના નવા સંશોધિત મોડલો રજૂ કર્યા છે. આ નવા મોડલોના બજારમાં આવવાથી જૂના મોડલોના ભાવમાં ઘટાડો થવાની શક્યતાઓ છે. જેમ કે મારુતિએ નવી સ્વિફ્ટ લોંચ કરી છે અને કંપની પોતાના જૂના સ્ટોકને વેચી મારવા માટે તેની કિંમતમાં ઘટાડો કરે તેવી શક્યતાઓ છે. જાણો કઈ કારની કેટલી હોઈ શકે નવી કિંમતો

સ્વિફ્ટ કાર
મારુતિ સુઝુકીએ સ્વિફ્ટના નવા લૂકમાં રજૂ કરી છે. જેની શરૂઆતી કિંમત 4.99 લાખ રૂપિયા છે. તો ડીઝલ મોડલની કિંમત 5.99 લાખ રૂપિયા રાખવામાં આવી છે. તો જૂની સ્વિફ્ટની શરૂઆત કિંમત 4.54 લાખ રૂપિયા છે. નવી સ્વિફ્ટની પહોળાઈ 1,735 MM અને ઉંચાઈ 1,530 MM હશે. ફીચર્સની વાત કરીએ તો એમાં રિવર્સ પાર્કિંગ કેમેરા હશે. એ સિવાય નવી સ્વિફ્ટમાં 15 ઈંચના એલોય વ્હીલ મળશે.

એલીટ આઈ 20
ઓટો શોમાં હુન્ડાઈ મોટર ઈન્ડિયાએ પોતાની નવી ફેસલીફ્ટ એલીટ આઈ 20ને લોન્ચ કરી છે. એના પેટ્રોલ મોડલની કિંમત 5.34 લાખ રૂપિયાથી 7.90 લાખ રૂપિયા છે. ડીઝલ મોડલન કિંમત 6.73 લાખ રૂપિયાથી 9.15 લાખ રૂપિયાની વચ્ચે રાખવામાં આવી છે. તો જૂની એલીટ આઈ 20ની પેટ્રોલ મોડ઼લની કિંમત 5.35 લાખથી 7.91 લાખની વચ્ચે છે. ડીઝલ મોડલની કિંમત 6.73 લાખથી 9.16 લાખની વચ્ચે છે. આ કારમાં ડુઅલ એયરબેગ જેવી અલગ અલગ સુરક્ષા ફીચર આપવામાં આવ્યા છે. નવી ટચસ્ક્રીન ઈન્ફોનમેન્ટ સિસ્ટમ છે જે પહેલાથી મોટી છે. આ ઈન્ફોનમેન્ટ સિસ્ટમ એપલ કાર પ્લે અને એન્ડ્રોઈડ ઓટોને સપોર્ટ કરે છે.

હોન્ડા એમેઝ
કાર કંપની હોન઼્ડાએ પણ પોતાની નવી કાર એમેઝને રજૂ કરી છે. કંપનીએ આ કારને નવા ફીચર્સ સાથે લોન્ચ કરી છે. એમેઝના વર્તમાન પેટ્રોલ મોડલની કિંમતની વાત કરીએ તો આ 5.58 લાખ રૂપિયાથી લઈને 8.42 લાખ રૂપિયાની વચ્ચે છે. તો તેના ડીઝલ મોડલની કિંમત 6.75 લાખ રૂપિયાથી લઈને 8.50 લાખ રૂપિયા સુધીની છે. કંપનીએ જણાવ્યું કે એમેઝનું આ મોડલ આવતા નાણાકિય વર્ષમાં બજારમાં ઉતારવામાં આવશે.