કાર્ટૂન કેરેક્ટર : લાલચુ અને રાક્ષસી પ્રકૃતિ ધરાવતી ડિઝની વિલન યઝમા - Sandesh
  • Home
  • Featured
  • કાર્ટૂન કેરેક્ટર : લાલચુ અને રાક્ષસી પ્રકૃતિ ધરાવતી ડિઝની વિલન યઝમા

કાર્ટૂન કેરેક્ટર : લાલચુ અને રાક્ષસી પ્રકૃતિ ધરાવતી ડિઝની વિલન યઝમા

 | 8:57 am IST

ડિઝની દ્વારા વર્ષ ૨૦૦૦માં આવેલી ફિલ્મ ‘ઈમપેરર ન્યૂ ગ્રુવ’ અને ૨૦૦૫માં આવેલી તેની સિક્વલ ફિલ્મની મુખ્ય ખલનાયિકા છે. યઝમા ઉપર ૨૦૦૬થી ૨૦૦૮ સુધીના ગાળામાં સિરિયલ પ્રદર્શિત કરવામાં આવતી હતી. શરૃઆતમાં યઝમાનો અવાજ અર્થા કિટ દ્વારા આપવામાં આવ્યો હતો અને હાલ તેનો અવાજ કેંડી મિલો દ્વારા આપવામાં આવી રહ્યો છે. યઝમા જ્યારે ટીનેજ હતી ત્યારે તેનો અવાજ ગ્રે ડિલાઇસે આપ્યો હતો. યઝમાનું એનિમેશન ડેલ બેર દ્વારા કરવામાં આવ્યું છે. યઝમાના ઘરનું નામ પેરુ છે. તેની માતાનું નામ અઝમા, ભત્રીજા અને ભત્રીજીનું નામ ઝિમ અને ઝેમ તથા દત્તક લીધેલા પુત્રનું નામ કુઝકો છે. યઝમાને પાવર અને પૈસા સાથે વધુ પ્રેમ છે.

યઝમાને ખિસકોલીઓ જરાય પસંદ નથી. ફિલ્મમાં યઝમા અમુક શબ્દોનો વારંવાર ઉપયોગ કરતી જોવા મળે છે અને એ છે ઇટ્સ બ્રિલિયન્ટ. યઝમાના પાત્ર ઉપર ત્રણ જેટલી ફિલ્મો બનાવવામાં આવી છે. તેમજ બે ટીવી સિરિયલ્સ અને એક વીડિયો ગેઇમ પણ બનાવવામાં આવી છે. યઝમાના પાત્રને ત્રણ પાર્કમાં નિહાળી શકાય છે. યઝમાના પાત્રને ૧૪મા ગ્રેટેસ્ટ ડિઝની વિલનનો એવોર્ડ આપવામાં આવ્યો છે. યઝમાનો સ્વભાવ રમૂજ, સ્વાર્થી, લાલચુ, રહસ્યમય, સુસંસ્કૃત, ખૂની, કઠોર, રાક્ષસી, સત્તાની ભુખ્ખડ અને ક્રૂર છે. યઝમાનો દેખાવ દુબળી-પાતળી અને ઉંમરવાળી મહિલાનો છે. તેની ત્વચા નિસ્તેજ બની ગઈ છે. કરચલીવાળો ચહેરો, લાલ હોઠ, લાંબા લાલ નખ, પીળી આંખો તથા પીળા દાંત અને કાનમાં લવન્ડર રંગની મોટી બુટ્ટી તેની આગવી ઓળખ છે.