case filed against actor shahbaz khan at oshiwara police station
  • Home
  • Entertainment
  • Bollywood
  • બોલિવૂડનો નવો જ હચમચાવનારો કેસ! ‘એજન્ટ વિનોદ’ના ખાન અભિનેતાએ કર્યું યૌન શોષણ!

બોલિવૂડનો નવો જ હચમચાવનારો કેસ! ‘એજન્ટ વિનોદ’ના ખાન અભિનેતાએ કર્યું યૌન શોષણ!

 | 2:04 pm IST

ચંદ્રકાંતા, બૈતાલ પચીસી, ધ ગ્રેટ મરાઠા અને ફિર લોટ આઈ નાગિન જેની સીરિયલોમાં કામ કરનારો મશહુર અભિનેતા શહબાઝ ખાન પર 53 વર્ષે એક યુવતીએ છેડછાડ કરવાનો આરોપ લગાવ્યો છે. મળતી માહિતી પ્રમાણે મુંબઈ ઓશિવારા પોલીસ સ્ટેશવમાં છેડછાડનો એક કેસ દાખલ કરવામાં આવ્યો છે. પીડિતાની ફરિયાદ પ્રમાણે અભિનેતા પર કલમ 354 અને 509 પ્રમાણે કેસ દાખલ કરવામાં આવ્યો છે. આ મામલે આજે 12 ફેબ્રુઆરીએ પોલીસ પુછતાજ કરી શકે છે.

કેસ દાખલ કર્યા બાદ પોલીસે આ મામલે આગળ તપાસ હાથ ધરી છે અને જાણકારી મેળવી રહ્યા છે. શહબાઝ ખાન પ્રસિદ્ધ ક્લાસિકલ સિંગર ઉસ્તાદ આમિર ખાનનો દીકરો છે. ઈન્દોરનો રહેનાર અભિનેતા શહબાઝ ખાન ટીવીની દુનિયામાં અને બોલિવૂડમાં પણ એક મોટું નામ છે. તે કેટલીય ફિલ્મોમાં જોવા મળી ચૂક્યો છે.

સીરિયલ સાથે સાથે તેણે બોલિવૂડના મેગા સ્ટાર અભિનેતા સાથે પણ કામ કર્યું છે. અમિતાભ બચ્ચન સાથે મેજર સાહેબમાં, સૈફ અલી ખાન સાથે એજન્ટ વિનોદમાં અને સની દેઓલ સાથે ધ હીરોમાં કામ કરી ચૂક્યો છે. નેગેટિવ રોલ કરવામાં શહનાઝનું મોટું નામ હતું.

આ વીડિયો પણ જુઓ: ભાવનગરમાં સરકારી શાળાનો વીડિયો થયો વાયરલ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન