case filed against hardik and rahul at Jodhpur court
  • Home
  • Sports
  • Cricket
  • ક્રિકેટર હાર્દિક પંડ્યા અને કે એલ રાહુલની મુશ્કેલીમાં વધારો, જોધપુર કોર્ટમાં કેસ નોંધાયો

ક્રિકેટર હાર્દિક પંડ્યા અને કે એલ રાહુલની મુશ્કેલીમાં વધારો, જોધપુર કોર્ટમાં કેસ નોંધાયો

 | 4:09 pm IST

બોલિવૂડના જાણીતા ફિલ્મકાર કરણ જોહરના ટેલિવિઝન શો ‘ કૉફી વિથ કરણ’માં વિવાદીત નિવેદનો આપનાર બરોડાના ઑલ રાઉન્ડર હાર્દિક પંડ્યા અને ઑપનર કે એલ રાહુલનું ક્રિકેટમાં પુનરાગમન થઈ ગયું હોવા છતાં તેમની મુશ્કેલીઓ ઓછી થઈ હોય તેવું જણાતું નથી.

ભારતીય ક્રિકેટર હાર્દિક પંડ્યા અને કેએલ રાહુલની મુશ્કેલીઓ વધી શકે છે. આ બંને ક્રિકેટર સહિત ફિલ્મ મેકર કરણ જોહરની સામે રાજસ્થાનનાં જોધપુરમાં કેસ નોંધાયો છે. ‘કૉફી વિથ કરણ-6’માં હાર્દિક પંડ્યા અને કેએલ રાહુલે મહિલાઓને લઇને અભદ્ર નિવેદનો આપ્યા હતા.

આ નિવેદન બાદ બીસીસીઆઈએ બંને પર પ્રતિબંધ લગાવ્યો હતો. જો કે સુપ્રીમ કૉર્ટ દ્વારા બનાવવામાં આવેલી સમિતિએ હાર્દિક પંડ્યા અને કેએલ રાહુલ પરનો પ્રતિબંધ હટાવી દીધો હતો. હાર્દિક પંડ્યા અને કેએલ રાહુલ પરથી પ્રતિબંધ હટ્યા બાદ કરણ જોહરે પણ રાહતનો શ્વાસ લીધો હતો અને ખુશી વ્યક્ત કરી હતી.

ગત વર્ષે ડિસેમ્બરમાં ‘ કૉફી વિથ કરણ’ના એપિસોડમાં વિવાદીત નિવેદનો આપનાર હાર્દિક પંડ્યા અને કે.એલ. રાહુલને બીસીસીઆઈએ સસ્સેન્ડ કર્યા હતા. બીસીસીઆઈમાં લોકપાલ લાગુ ન થયું હોવાથી તેમના પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી થઈ નહીં અને કેસ સુપ્રીમ કોર્ટમાં અટવાઈ ગયો હતો.

સુપ્રીમ કોર્ટમાં કેસનો વિલંબ થવાના કારણે બીસીસીઆઈએ બંને ખેલાડીઓ પર લાગેલો પ્રતિબંધ હટાવી લીધો હતો અને હાલમાં પંડ્યા ન્યૂઝિલેન્ડના પ્રવાસે ગયેલી ટીમમાં જોડાઈ પણ ગયો છે. ઉલ્લેખનીય છે કે આ કેસમાં હાર્દિક, રાહુલ અને કરણ જોહર સામે ફરિયાદ થઈ હોવાથી હવે આગળ શું થશે તે જોવું રસપ્રદ રહેશે.