Case Filed in Bihar on Dispute Related to Actress Kangana Ranaut
  • Home
  • Featured
  • કંગના રનૌત વિરૂદ્ધ શિંગડા ભેરવવા જતા ઉદ્ધવ ઠાકરે અને સંજય રાઉત બરાબરના ભેરવાયા

કંગના રનૌત વિરૂદ્ધ શિંગડા ભેરવવા જતા ઉદ્ધવ ઠાકરે અને સંજય રાઉત બરાબરના ભેરવાયા

 | 7:02 pm IST

બોલિવૂડની દિગ્ગજ અભિનેત્રી કંગના રનૌત વિરૂદ્ધ કાર્યવાહી કરવાને લઈને અને અભિનેત્રીને અપશબ્દો આપવા બદલ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે અને શિવસેનાના નેતા સંજય રાઉતની મુશ્કેલીઓ વધી રહી છે. બંને વિરૂદ્ધ બિહારમાં પોલીસ કેસ નોંધવામાં આવ્યો છે. બીજી બાજુ રાષ્ટ્રીય મહિલા આયોગે પણ ઉદ્ધવ ઠાકરે વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી શકે છે.

અગાઉ  ઉદ્ધવ ઠાકરે અને સંજય રાઉતને લઈને નિવેદનો આપવા બદલ કંગના રનૌત વિરૂદ્ધ મુંબઈમાં બે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. તેની સામે હવે ઉદ્ધવ ઠાકરે અને સંજય રાઉત વિરૂદ્ધ બિહારમાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ એક સામાજીક કાર્યકર્તા દ્વારા નોંધાવવામાં આવી હતી.

સામાજીક કાર્યકર્તા રાજૂ નૈયરે મુઝફ્ફરપુરની સીજેએમ કોર્ટમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે અને શિવસેના નેતા અને રાજ્યસભાના સાંસદ સંજય રાઉત વિરૂદ્ધ કેસ નોંધાવવામાં આવ્યો છે. સામાજીક કાર્યકર્તાએ ઉદ્ધવ ઠાકરે અને સંજય રાઉત પર ફિલ્મ અભિનેત્રી કંગના રનૌતને ધમકી આપવાના આરોપમાં આ કેસ દાખલ કરાવવામાં આવ્યો છે.

આ અગાઉ મુંબઈના વિક્રોલી પોલીસ સ્ટેશનમાં કંગના રનૌત વિરૂદ્ધ કેસ નોંધવામાં આવ્યો હતો. આ કેસ ઉદ્ધવ ઠાકરે વિરૂદ્ધ કંગના દ્વારા બોલાયેલી ભાષાને લઈને નોંધવામાં આવ્યો હતો. પોતાની ઓફિસ તોડી નાખ્યા બાદ કંગનાએ ઉદ્ધવ ઠાકરે પર આકરા પ્રહારો કરતા એક વીડિયો ટ્વિટ કર્યો હતો. વીડિયોમાં કંગનાએ કહ્યું હતું કે, તારા પિતાના સારા કર્મો તને ધન દોલત તો અપાવી શકે છે પણ સમ્માન તો જાતે જ કમાવવુ પડે છે. મારૂ મોઢું બંધ કરીશ,પણ મારો અવાજ તો 100 કરોડ લોકો સુધી પહોંચી ગયો છે. કેટલા મોઢા બંધ કરાવીશ? કેટલા અવાજો દવાવશો? ક્યાં સુધી સત્યથી ભાગશો, તુ કંઈ જ નથી પણ માત્ર વંસવાદનો એક ઉત્તમ નમુનો છું.

તે પહેલા કંગનાએ સંજય રાઉત પર નિશાન સાધતા પોતાના ટ્વિટમાં કહ્યું હતું કે, સંજય રાઉતે મને ખુલી ધમકી આપી છે કે, હું મુંબઈ પાછી ના ફરૂ. પહેલા મુંબઈના તસ્તાઓ પર આઝાદીના નારા લાગ્યા અને હવે ખુલ્લી ધમકીઓ મળી રહી છે. આ મુંબઈ પાકિસ્તાન અધિકૃત કાશ્મીર કેમ લાગી રહ્યું છે? આ મામલે કંગના વિરૂદ્ધ બે ફરિયાદ નોંધાઈ હતી.

હવે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે વિરૂદ્ધ બિહારના મુઝફ્ફરપુરમાં કેસ દાખલ કરવામાં આવ્યો છે. તેવી જ રીતે સંજય રાઉતની પણ મુશ્કેલીઓ વધી રહી છે. રાષ્ટ્રીય મહિલા આયોગ (NCW)ની અધ્યક્ષ રેખા શર્માએ મુંબઈ પોલીસ સમક્ષ સંજય રાઉત વિરૂદ્ધ કેસ નોંધવાની માંગણી કરી છે.

NCWની અધ્યક્ષ રેખા શર્માનું કહેવું છે કે, જો મુંબઈ પોલીસ કંગના વિરૂદ્ધ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે પર ફાઉલ ભાષાનો ઉપયોગ કરવાને લઈને ફરિયાદ નોંધી શકતી હોય તો કંગના રનૌતને અભદ્ર ગાળ આપવા બદલ સંજય રાઉત વિરૂદ્ધ પણ કેસ નોંધી શકે છે.

રેખાએ પોતાના ટ્વિટમાં લખ્યું – જો @MumbaiPolice ઉદ્ધવ ઠાકરે પર Foul Languageના ઉપયોગ બદલ @KanganaTeam વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધી શકે તો નિશ્ચિત રૂપે #SanjayRaut વિરૂદ્ધ કંગના સાથે દુર્વ્યવહાર બદલ ફરિયાદ નોંધી શકે છે. શું બધા માટે કાયદો એક સરખો નથી?

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન