Case Filled Against Daughter and Son In Law Of BJP Leader
  • Home
  • Featured
  • સુરતમાં 1.70 કરોડની છેતરપિડીમાં ભાજપનાં આ નેતાની પુત્રી અને જમાઈ સામે ફરિયાદ

સુરતમાં 1.70 કરોડની છેતરપિડીમાં ભાજપનાં આ નેતાની પુત્રી અને જમાઈ સામે ફરિયાદ

 | 7:29 pm IST

સુરતમાં વધુ એક છેતરપિંડીની ઘટના સામે આવી છે. રૂપિયા 1.70 કરોડની છેતરપિંડીમાં જિલ્લા પંચાયત અને જિલ્લા ભાજપનાં પૂર્વ પ્રમુખ સુરેશ જગુ પટેલની દીકરીનું નામ સામે આવ્યું છે. તેમની દીકરી ખ્યાતિ પટેલ અને અમિશ પટેલ સામે ગુનો નોંધાયો છે. ઉમરા પોલીસે છેતરપિંડીનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

ઉમરાનાં માહી એપાર્ટમેન્ટમાં બે ફ્લેટનાં 1.70 કરોડ લઇને ફ્લેટનાં દસ્તાવેજ કરી આપવામાં ન આવતા છેતરપિંડીની ફરિયાદ ઉમરા પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે. આ મામલે વિલિસ પટેલ, ખ્યાતિ પટેલ અને અમિશ પટેલ સામે ગુનો નોંધાયો છે. જિલ્લા ભાજપનાં પૂર્વ પ્રમુખ સુરેશ પટેલની દીકરી ખ્યાતિ પટેલ વિલીસ અને જમાઈ વિલિશ રમેશનાએ મોતી બિલ્ડર એન્ડ ઑર્ગેનાઇઝેશન પ્રોપાઇટર ગોરધનભાઈ હરજીભાઈ પાસેથી ફ્લેટ નંબર 101 તેમજ 202 ખરીદ્યા હતા.

પોતાના ખાતામાં બેલેન્સ ના હોવાનું જાણવા છતા તેમજ ચેક ક્લિયર થયેલો ન હોવાનું જાણવા છતા ફરિયાદી હર્ષિલ ભાઈ રમેશચંદ્ર દેસાઈ તથા તેમના પિતા રમેશચંદ્ર મગનલાલ દેસાઈને આ બંનેએ અમિષભાઈ નટવરલાલ પટેલનાં રૂબરુમાં વિશ્વાસ આપી બદઇરાદાથી ફ્લેટ નંબર 101 તથા 202નાં કુલ રૂપિયા 2 કરોડ, 15 લાખમાં વેચાણ આપી અને કુલ રૂપિયા 1 કરોડ 70 લાખ ફરિયાદી પાસેથી સ્વીકાર્યા હતા, પરંતુ અત્યાર સુધી વેચારણનાં દસ્તાવેજ કરી આપ્યા નહોતા. પોલીસે આ મામલે બંને સામે ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી છે.

આ વિડીયો પણ જુઓ: સાબરકાંઠાના ધરોઈ ડેમમાં નવા નીરની આવક

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન