Cases booked on six including a telugu TV anchor in Uppal Police Station
  • Home
  • Sports
  • Cricket
  • IPLમાં SRH vs KKRની મેચ દરમિયાન અભિનેત્રીએ દારૂના નશામાં કર્યો અભદ્ર વ્યવહાર

IPLમાં SRH vs KKRની મેચ દરમિયાન અભિનેત્રીએ દારૂના નશામાં કર્યો અભદ્ર વ્યવહાર

 | 2:04 pm IST

હૈદરાબાદના ઉપ્પ્લ સ્ટેડિયમમાં રમાયેલી સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) અને કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) આઈપીએલ મેચ દરમિયાન દારૂ પીને તેલુગૂ ટીવી અભિનેત્રીએ ભારો હોબાલો મચાવ્યો હતો. આ મામલે છ લોકો વિરૂદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે.

મેચ દરમિયાન તેલુગૂ ટીવી અભિનેત્રી પ્રશાંતિએ સ્ટેડિયમમાં અભદ્ર વ્યવહાર કર્યો હતો. આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

ફરિયાદકર્તાઓનો આરોપ છે કે, તેઓ ઉપ્પલ સ્ટેડિયમમાં સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) અને કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)ની મેચ જોવા ગયા હતાં. તે દરમિયાન નશામાં ચૂર તેલુગૂ ટીવી અભિનેત્રી પ્રશાંતિ સહિત 6 લોકોએ ભારે હોબાળો મચાવી દીધો.

તે ભારે હોબાળો મચાવી રહ્યાં હતાં. સ્ટેડિયમમાં મને મેચ જોતા પણ અટકાવવામાં આવ્યો. ફરિયાદકર્તાઓએ એવા આરોપ પણ લગાવ્યા છે કે પ્રશાંતિ અને તેની સાથે આવેલા લોકોએ દુર્વ્યવહાર પણ કર્યો અને ગંભીર પરિણામો ભોગવવાની ધમકી પણ આપી.

ટીવી એક્ટ્રેસ પ્રશાંતિ તેલુગુ સીરિયલ અને ફિલ્મોમાં કામ કરી ચુકી છે. આ મામલે કેસ નોંધાયા બાદ હજી સુધી અભિનેત્રી તરફથી કોઈ જ સ્પષ્ટિકરણ સામે આવ્યું નથી.

આ અગાઉ 2013માં અભિનેત્રા શાહરૂખ ખાને પણ આઈપીએલ દરમિયાન અભદ્ર વ્યવહાર કર્યો હતો. શાહરૂખ પર મેદાન પરના સિક્યુરિટી ગાર્ડ સાથે દુર્વ્યવહાર કરવાનો આરોપ લાગ્યો હતો.

જુઓ આ વીડિયો પણ

PM મોદીએ સ્ટેચ્યૂ ઓફ યુનિટિનો વીડિયો ટ્વીટર પર મૂક્યો

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન