NIFTY 10,085.40 -1.20  |  SENSEX 32,272.61 +30.68  |  USD 64.0725 -0.04
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Gandhinagar
  • વાઇબ્રન્ટ ગુજરાતમાં થયા 24,0000થી વધારે MoUs

વાઇબ્રન્ટ ગુજરાતમાં થયા 24,0000થી વધારે MoUs

 | 8:00 pm IST

ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં આઠમો વાઇબ્રન્ટ ગુજરાત સમિટનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. જેમાં ભાગ લેવા માટે દેશ અને વિદેશના રોકાણકારો ગુજરાતના મહેમાન બન્યા છે. વાઇબ્રન્ટ ગુજરાત સમિટ અંતર્ગત રોકાણને લગતા 24,000થી પણ વધારે MoUs ઉપર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. ગાંધીનગરમાં ચાલી રહેલા આ સમિટમાં ગુજરાતના ચીફ સેક્રેટરી જે.એન. સિંહે જણાવ્યું હતું કે આ કરારમાં 70 ટકા પૂરા થવાની અપેક્ષા છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, વાઇબ્રન્ટ ગુજરાત સમિટના 70 ટકા કરારો પૂરા થવાનો રેકોર્ડ રહ્યો છે.

GST માટે ગુજરાતમાં 78 ટકા ટ્રેડર્સનું રજિસ્ટ્રેશન
જે.એન.સિંહના જણાવ્યા પ્રમાણે વાઇબ્રન્ટ ગુજરાત અંતર્ગત જીએસટી માટે ગુજરાતાં 78 ટકા ટ્રેડર્સનું રજિસ્ટ્રેશન પુરું થઈ ગયું છે. અને જીએસટી આવવા માટે ગુજરાત સરકાર તૈયાર છે.

GST માટે વાઇબ્રન્ટ સમિટમાં વિશેષ સેમિનાર
સિંહે વધુમાં જણાવ્યું હતું કે, વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં જીએસટી ઉપર વિશે સેમિનાર પણ થયો હતો જેમાં અરૂણ જેટલીએ ભાગ લીધો હતો. જીએસટીને જલ્દી લાગુ કરવા, અર્થવ્યવસ્થા મજબૂત બનાવવા અને વિકાસદર વધારવા જેવા મહત્વના મુદ્દા ઉપર ચર્ચા કરી હતી.

સમિટમાં આરબીઆઈ ગવર્નર ઉર્જિત પટેલ રહ્યા હતા હાજર
વાઇબ્રન્ટ ગુજરાતમાં આરબીઆઈ ગવર્નર ઉર્જિત પટેલ, નાણા રાજ્યમંત્રી અર્જુન રામ મેઘાવાલે પણ ભાગ લીધો હતો. વાઇબ્રન્ટ સમિટમાં 110 દેશો અને 6000થી વધારે પ્રતિનિધિઓ સામેલ થઈ રહ્યા છે. જેમાંથી 20 દેશોના રાષ્ટ્ર પ્રમુખ થવાતો મંત્રીએ ભાગ લઈ રહ્યા છે.