કેટલાય રાજ્યોના ATMમાં ફરી કેશની અછત, ક્યાં ગઇ 500 અને 2000ની નોટ ? - Sandesh
  • Home
  • Business
  • કેટલાય રાજ્યોના ATMમાં ફરી કેશની અછત, ક્યાં ગઇ 500 અને 2000ની નોટ ?

કેટલાય રાજ્યોના ATMમાં ફરી કેશની અછત, ક્યાં ગઇ 500 અને 2000ની નોટ ?

 | 10:14 am IST

દેશના ઘણા રાજ્યોમાં ગત દિવસોમાં ATMમાં કેશ ન ઉપલબ્ધ થવાથી ફરી નોટબંધી જેવી સમસ્યા ઉભી થઇ છે. લોકોની વધતી મુશ્કેલીઓ જોઇને RBI અને સરકાર ને આગળ આવવું પડશે. RBIના સુત્રોનું કહેવું છે કે હવે અર્થવ્યવસ્થામાં રોકડની હાલત નોટબંધીના દિવસો કરતા સારી છે, આ મુશ્કેલીનું કારણ કઈક બીજું છે.

નોટબંધી પછી 5 લાખ કરોડ રૂપિયાની 2000ની નોટ માર્કેટમાં મુકવામાં આવી હતી. આ નોટોના બહાર આવ્યા પછી કેશની સમસ્યા ઘણી ઓછી થઇ ગઈ હતી, પરંતુ એક વાર ફરીથી આ મુશ્કેલી વધી રહી છે. જોકે દેશના અનેક રાજ્યોમાં નાણાંની અછતના સમાચાર વચ્ચે RBI અને નાણાં મંત્રાલયે આ મામલે હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આપી નથી.

મધ્યપ્રદેશ, બિહાર, ગુજરાત સહિત અનેક રાજ્યોમાં રોકડની ભારે અછત સર્જાઈ રહી છે. સરકાર અને રીઝર્વ બેંકના તમામ દાવાઓ છતા મધ્યપ્રદેશમાં તો સ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ છે કે સોમવારે ખુદ રાજ્યના મુખ્યમંત્રીએ જાહેરમાં કહેવું પડ્યું હતું કે તેમને નોટોની આ અચાનક અછત પાછળ કોઈ ષડયંત્ર નજર આવી રહ્યું છે. આ મામલે તેમણે એજન્સીઓએ તપાસ કરવી જોઈએ તેવું પણ કહ્યું.

આ બાબત પર બેન્કોનું કહેવું છે કે આ મુશ્કેલી સંગ્રહખોરીના કારણે આવી છે. RBIના ડેટાના આધારે 6 એપ્રિલે 18.2 લાખ કરોડ રૂપિયા માર્કેટમાં હતા, આ આંકડો નોટબંધી પહેલા વર્તમાન ચલણના લગભગ સમાન હતો.

અંતમાં તેમણે કહ્યું કે, ‘અમે આવા લોકો પર ખૂબ જ કડક હાથે કામ લેશું. જે લોકો આ રીતે અફરાતફરીનો માહોલ બનાવવા માગે છે તેની સામે આકરા પગલા ભરી આ સંબંધે અમે કેન્દ્ર સાથે પણ સંપર્કમાં છીએ.’