cashback-free-data-jio-phone-and-many-more-with-jio-diwali-dhamaka-offer
  • Home
  • Featured
  • દિવાળી પર JIOનો ધમાકો, 100 ટકા કેશબેક સાથે મળી રહી છે શાનદાર ઓફર

દિવાળી પર JIOનો ધમાકો, 100 ટકા કેશબેક સાથે મળી રહી છે શાનદાર ઓફર

 | 9:39 am IST

તહેવારોની સિઝનમાં દરેક કંપનીઓ પોતાના ગ્રાહકોને આકર્ષવા મથી રહ્યુ છે. ગ્રાહકો કંપનીઓ તરફથી મળતી આ ઓફરનો ફાયદો ઉઠાવી રહ્યા છે. તો દિગ્ગજ કંપની Reliance Jio દિવાળીના તહેવાર પર પોતાના ગ્રાહકોમાટે ખાસ ઓફર લાવ્યુ છે.

આ ઓફરમાં ગ્રાહકોને 100 ટકા કેશબેક મળી રહ્યુ છે. 100 ટકા કેશબેક અને કુપન મળી રહ્યુ છે. Jio Diwali Dhamakaમાં ગ્રાહકોને આ ઓફર મળી રહી છે.

Jio Diwali Dhamaka સેલમાં ગ્રાહકોને આ ઓફર 149 રૂપિયાના રિચાર્જ કરવાથી મળે છે. સાથે સાથે 100 ટકા કેશબેક મળી રહ્યુ છે.આ કેશબેક કુપનમાં રૂપે મળશે, જે માય જિયો એપમાં મળે છે.

જો ગ્રાહકો રિલાયન્સ રિટેલ સ્ટોરથી 35000 રૂપિયાથી વધુનુ લેપટોપ ખરીદે છે તો તેને મફતમાં જિયોફોન અને 3000 રૂપિયાનો ડેટા બેનિફિટ મળશે. ગ્રાહકોને જિયોની પ્રાઈમ મેમ્બરશીપ, 168 દિવસ રોજના 2GB ડેટા અને 6GB ડેટા સાથે 10 વાઉચર આપવામાં આવશે. જો ગ્રાહક 35000થી ઓછી કિંમતનું લેપટોપ ખરીદશે તો પણ આ ઓફરનો લાભ મેળવી શકશે. બસ ગ્રાહકોને વધારાના 999ની ચુકવણી કરવાની રહેશે.

જો રિચાર્જ પેટીએમ, ફોનપે, એમેઝોન કે પછી મોબીક્વિકથી કરવામાં આવશે તો 300નું કેશબેક મળશે. કેશબેક ઓફરનો ફાયદો ફક્ત 30 નવેમ્બર સુધી માન્ય ગણાશે.

જિયો ફોનની સાથે 1,095ના રિચાર્જ પર અનલિમિટેડ વોયસ કોલ ડેટા આપવામાં આવશે. Paytmથી ચુકવણી કરવાથી 200નું કેશબેક મળશે. જિયોથી કેટલાક સ્માર્ટફોનની ખરીદી પર 2200નું કેશબેક સાથે 50 રૂપિયાનું 44 વાઉચર મળશે.

ગ્રાહકોને LG સ્માર્ટ ટીવી ખરીદમારને 84 દિવસોમાં 1.5GB ડેટા, 10GB ડેટાના 3 વાઉચર તેમજ જિયો પ્રાઈમ સબ્સક્રિપ્શન મળશે.