NIFTY 9,574.95 -55.05  |  SENSEX 31,138.21 +-152.53  |  USD 64.5200 -0.07
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Business
  • એરંડા વાયદાની સટ્ટાકીય તેજી પાછળ હાજરમાં કરંટ, કપાસમાં મજબૂત વલણ

એરંડા વાયદાની સટ્ટાકીય તેજી પાછળ હાજરમાં કરંટ, કપાસમાં મજબૂત વલણ

 | 3:58 am IST

રાજકોટ, તા.૧૧

એરંડાના ઓછા ઉત્પાદનની ધારણા વચ્ચે વાયદાઓની પુનઃ શરૂઆત થતાની સાથે તેજી તરફી માહોલ બનવા લાગતા થોડાક ટ્રેડિંગ સેશન્સમાં ઝડપી રૂ.૩૦૦ આસપાસ સુધારાની અસરે હાજરમાં લાવ-લાવ રહેતા એરંડા-દિવેલ રૂ.૮૦૦ની સપાટી ટચ કરી છે.

રાજ્યમાં આજે ૧૭ હજાર બોરીની આવકે યાર્ડામાં રૂ.૧૫ સુધરી રૂ. ૭૫૫થી ૭૮૦, હાજર ક્વિન્ટલનો રૂ.૩૮૮૭.૫૦, દિવેલ લુઝ હાજર રૂ. ૮૦૦થી ૮૦૫, કડીસાઈડ રૂ.૭૯૫માં કામકાજ હતા.

પાકિસ્તાન સરકારે ટેક્સપેઈડ સેક્ટરની નિકાસને પ્રોત્સાહન આપવા માટે ૧૮૦ અબજનું રાહત પેકેજ જાહેર કર્યું છે. જેમાં કસ્ટમ ડયૂટી નાબૂદ કરતાં ભારતમાંથી નિકાસ વધે તેવી ધારણા વચ્ચે ખરીદી જળવાઈ રહેતા મક્કમ વલણે ગાંસડી રૂ. ૪૧૫૦૦થી ૪૨૦૦૦ અને કપાસમાં ૨૦ કિલોએ રૂ. ૧૦થી ૨૦ સુધરી ઉંચામાં રૂ. ૧૧૫૦થી ૧૧૮૦ના ભાવ હતા.

રાજકોટખાતે રિટેલ માગના અભાવે સિંગતેલ લુઝમાં નરમ વલણ વચ્ચે રૂ.૧૦ ઘટી રૂ. ૯૩૦થી ૯૩૫ રહેતા મિલોએ ડબ્બે રૂ.૧૦ ઘટાડી ૧૫ કિલોનો રૂ.૧૬૫૦ અને ૧૫ લીટરનો રૂ.૧૫૨૦ કર્યા હતો. તો અમદાવાદ ખાતે સિંગતેલમાં ડબે રૂ.૨૦ ઘટીને ૧૭૦૦ થયા હતા.

મગફળીમાં નરમ વલણ ચાલુ રહેતા ખાંડીએ વધુ રૂ.૧૦૦ ઘટી પિલાણબરનો રૂ.૧૫૦૦૦, ૨૦ કિલોનો રૂ. ૭૭૦થી ૭૯૫ તેમજ સિંગદાણામાં રૂ. ૬૩થી ૬૪ હજારમાં કામકાજ હતા.

ચણાદાળ, બેશનમાં સતત કડાકાઓ બાદ આજે ભાવોનું વલણ સ્થિર હતું. ખાંડમાં મજબૂત વલણે ભાવો ટકેલા હતા. ઘઉંમાં આંટા મિલોની માંગ વધતા ક્વિન્ટલે રૂ.૩૦ સુધરી રાજકોટ ખાતે રૂ.૧૯૦૦નો ભાવ હતો. મુન્દ્રા ખાતે આયાતી ઘઉંનો ભાવ ૧૬૨૦ હતો.