એરંડા, ગુવારસીડ, ગુવારગમ વાયદામાં સૌથી ઊંચા કારોબાર - Sandesh
  • Home
  • Agro Sandesh
  • એરંડા, ગુવારસીડ, ગુવારગમ વાયદામાં સૌથી ઊંચા કારોબાર

એરંડા, ગુવારસીડ, ગુવારગમ વાયદામાં સૌથી ઊંચા કારોબાર

 | 9:27 pm IST

એનસીડેક્સ ખાતે એરંડા, ખોળ, ધાણા, ગુવારગમ, ગુવારસીડ, સરસવ, સોયાબીન, સોયાતેલ, હળદરના ભાવ વધીને બંધ રહ્યા હતા. જવ, ચણા, જીરું, કપાસ, ડાંગર, મગના ભાવ ઘટીને બંધ રહ્યા હતા. એરંડાના ભાવ ૫૭૩૪ રૂપિયા ખૂલી ૫૭૬૦ રૂપિયા, ચણા ૪૦૨૦ રૂપિયા ખૂલી ૪૦૧૬ રૂપિયા, કપાસિયા ખોળના ભાવ ૩૨૧૨ રૂપિયા ખૂલી ૩૨૫૩ રૂપિયા, ધાણા ૫૯૩૫ રૂપિયા ખૂલી ૫૯૯૧ રૂપિયા, ગુવારગમ ૮૩૮૦ રૂપિયા ખૂલી ૮૩૬૮ રૂપિયા, ગુવાર સીડના ભાવ ૪૨૫૪.૫૦ રૂપિયા ખૂલી ૪૨૮૨ રૂપિયા, જીરાના ભાવ ૧૬૮૯૦ રૂપિયા ખૂલી ૧૬૮૯૦ રૂપિયા, કપાસના ભાવ ૧૦૭૫.૫૦ રૂપિયા ખૂલી ૧૦૭૭ રૂપિયા, સરસવ ૩૯૧૫ રૂપિયા ખૂલી ૩૯૨૨ રૂપિયા, સોયાબીનના ભાવ ૩૭૫૮ રૂપિયા ખૂલી ૩૮૨૫ રૂપિયા, સોયાતેલ ૭૫૪.૮૦ રૂપિયા ખૂલી ૭૫૬.૮૦ રૂપિયા અને હળદરના ભાવ ૬૭૬૮ રૂપિયા ખૂલી ૬૭૬૨ રૂપિયા બંધ રહ્યા હતા. એનસીડેક્સ ખાતે આજે એરંડાના વાયદામાં કુલ ૯૭૪૦૫ ટન, ચણામાં ૩૫૦૩૦ ટન, કપાસિયા ખોળમાં ૪૮૩૭૦ ટન, ધાણામાં ૧૦૩૪૦ ટન, ગુવાર ગમમાં ૩૭૧૩૫ ટન, ગુવારસીડમાં ૮૫૩૪૦ ટન, જીરામાં ૩૨૯૧ ટન, કપાસના વાયદામાં ૨૬૫ ગાડી, સરસવમાં ૧૪૬૩૦ ટન, સોયાબીનમાં ૪૧૯૪૦ ટન, સોયાતેલમાં ૧૨૪૦૦ ટન તથા હળદરમાં ૨૧૨૦ ટનનાં કારોબાર નોંધાયા હતા.

આજે એનસીડેક્સ ખાતે એરંડામાં ૫૬૫ કરોડ, ચણામાં ૧૪૧ કરોડ, કપાસિયા ખોળમાં ૧૪૧ કરોડ, ધાણામાં ૬૨ કરોડ, ગુવાર ગમમાં ૩૧૧ કરોડ, ગુવાર સીડમાં ૩૬૩ કરોડ, જીરામાં ૫૬ કરોડ, કપાસમાં ૦૬ કરોડ, સરસવમાં ૫૮ કરોડ, સોયાબીનમાં ૧૫૪ કરોડ, સોયાતેલમાં ૯૪ કરોડ તથા હળદરના વાયદામાં ૧૪ કરોડ રૂપિયાના કારોબાર થયા હતા.

ગુવારસીડ અને ગમ વાયદામાં ઝડપી ઉછાળો આવ્યો  

ગુવારસીડ અને ગમ વાયદામાં સપ્તાહના અંતિમ દિવસે ઝડપી ઉછાળો આવ્યો હતો. ગવારની બજારમાં હાલના તબક્કે લેવાલી એકદમ ઓછી છે, પરંતુ આગામી દિવસોમાં જો લેવાલી ચાલુ રહેશે તો બજારમાં સુધારો આવી શકે છે. એ સિવાય સરેરાશ બજારમાં ખાસ કોઈ મોટી મૂવમેન્ટ દેખાતી નથી. બજારનો ટ્રેન્ડ હાલપૂરતો મજબૂત છે.

ગવારગમ વાયદો રૂ.૧૫૫ વધીને રૂ.૮૪૨ની સપાટી પર બંધ રહ્યો હતો, જે આગળ ઉપર વધીને સરેરાશ બજારમાં રૂ.૮૫૦૦ ઉપર જાય તેવી ધારણા છે. ગુવારસીડ વાયદો રૂ.૫૦ વધીને રૂ.૪૩૦૦ ઉપર બંધ રહ્યો હતો. બજારમાં ટ્રેડરોનું કહેવું છે કે ગુવારસીડ અને ગમના ભાવ બહુ ઘટી ગયા હોવાથી ફરી સુધારો આવ્યો છે. સરેરાશ એગ્રી કોમોડિટી બજારમાં હાલ મંદી અટકી હતી. રજાઓ એક-બે દિવસની આવી રહી હોવાથી બજારમાં વેચવાલી ઘટશે તેવી આશાએ ગવાર સીડમાં બજારો સુધર્યા હતા.

એરંડા, ગુવારસીડ, ગુવારગમ વાયદામાં સૌથી ઊંચા કારોબાર 

એનસીડેક્સ ખાતે આજે એરંડા ૨૬૭ કરોડ, ગુવારસીડ ૨૪૪ કરોડ, ગુવારગમ ૧૮૧ કરોડના કારોબાર સાથે ટોચ પર રહ્યા હતા.

એનસીડેક્સ ખાતે  એરંડાના ભાવ ૫૭૮ રૂપિયા ખૂલી ૫૭૪૦ રૃા. ગુવારગમ ૮૩૩૦ રૃા. ખૂલી ૮૨૭૦ રૃા., ગુવાર સીડના ભાવ ૪૩૧૬ રૃા. ખૂલી ૪૨૫૫.૫૦ રૃા. જીરાના ભાવ ૧૬૯૪૦ રૃા. ખૂલી ૧૬૯૫૦ રૂપિયા, કપાસના ભાવ ૧૦૮૦ રૃા., ખૂલી ૧૦૭૫.૫૦ રૂપિયા, સરસવ ૩૯૨૬ રૂપિયા ખૂલી ૩૯૧૪ રૂપિયા, સોયાબીનના ભાવ ૩૭૮૨ રૂપિયા ખૂલી ૩૭૫૦ રૂપિયા, સોયાતેલ ૭૫૬ રૂપિયા ખૂલી ૭૫૨.૬૦ રૃા.એ બંધ રહ્યા હતા.

[email protected]

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન