એરંડામાં નવા નીચા પાક અંદાજથી ભાવમાં સુધારો - Sandesh
NIFTY 10,564.05 -1.25  |  SENSEX 34,415.58 +-11.71  |  USD 66.1200 +0.33
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Business
  • એરંડામાં નવા નીચા પાક અંદાજથી ભાવમાં સુધારો

એરંડામાં નવા નીચા પાક અંદાજથી ભાવમાં સુધારો

 | 2:01 am IST

રાજકોટ તા. ૨૦

દેશમાં એરંડાના ઓછા ઉત્પાદનની ધારણાએ તેજીના માહોલમાં હમણા આવકોના દબાણે પ્રત્યાઘાતી ઘટાડાનો દોર રહ્યા બાદ સોલવેટ એકસટ્રેકટર્સ એસો. એ પોતાના ચોથા સર્વે રિપોર્ટમાં ઉત્પાદન ઘટીને ૧૦.૬૧ લાખ ટનનું અનુમાન મુકયું છે તેમાં સૌથી વધારે ઉત્પાદન કરતા ગુજરાત રાજ્યમાં ૮.૫૩ લાખ ટન જ થવાના અહેવાલે આજે હાજર બજારમાં ચોમેર લેવાલીના કારણે રૂ. ૩૦થી ૪૦નો ઝડપી ઉછાળો આવ્યો હતો.રાજ્યમાં એરંડાની આવક ઘટીને ૯૮ હજાર બોરીની રહેલ યાર્ડોમાં રૂ. ૩૦થી ૪૦ સુધરી રૂ. ૮૫૦થી ૯૩૫, દિવેલ લુઝ હાજર રૂ.૪૦ રૂ.સુધરી રૂ. ૧૦૧૦થી ૧૦૧૫ અને કડી રૂ.૯૬૫ના ભાવ હતા. સારી કવોલીટીમાં માંગ જળવાઇ રહેતા રૂ. ૪૨ હજારથી ૪૩,૨૦૦ના સ્તરે કામકાજ થાય છે. રાજકોટ ખાતે કપાસિયા વોશમાં સતત ચાર દિવસના ઘટાડાની અસરે આજે વેચવાલી અટકતા ઝડપી રૂ.૧૩ સુધરી રૂ. ૬૦૦થી ૬૦૩ રહેતા મિલો દ્વારા ડબ્બે રૂ.૧૦નો સુધારો કર્યો હતો.

મગફળીમાં પકકડના કારણે ભાવો મજબુત રહે છે. પિલાણબર ખાંડી રૂ. ૧૬૫૦૦થી ૧૭૦૦૦, ૨૦ કિલોનો રૂ. ૮૧૫થી ૮૭૦, દાણાબરનો રૂ. ૧૧૭૦થી ૧૧૮૦ હતો. હાજરમાં નરમ વલણ વચ્ચે ખાંડમાં કિવન્ટલે વધુ રૂ.૧૦ ઘટી સી-ગ્રેડના રૂ. ૪૦૩૦થી ૪૧૦૦ અને ડી-ગ્રેડના રૂ. ૩૯૬૦ થી ૪૦૧૦ના ભાવે હોલસેલમાં કામકાજ હતા.