એરંડામાં પાંખાં કામકાજ વચ્ચે સાવચેતી વૈશ્વિક વલણે મગફળી-તેલમાં નરમાઇ - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Business
  • એરંડામાં પાંખાં કામકાજ વચ્ચે સાવચેતી વૈશ્વિક વલણે મગફળી-તેલમાં નરમાઇ

એરંડામાં પાંખાં કામકાજ વચ્ચે સાવચેતી વૈશ્વિક વલણે મગફળી-તેલમાં નરમાઇ

 | 1:22 am IST
  • Share

રાજકોટ, તા.૧

એગ્રો કોમોડિટી વાયદાઓ શનિવારના કારણે સત્તાવાર બંધ રહેતા હાજર બજારોમાં સુસ્ત માહોલ હતો. લાંબી રજાઓ બાદ સોમવારથી યાર્ડો ખુલ્તા કેવી આવકો રહે છે તે મહત્વનું સાબિત થશે. વિદેશોના ભાવોની સરખામણીમાં આપણા ભાવ ઊંચો હોવાથી નિકાસની સંભાવના ધૂધળી બનવા લાગતા સિંગતેલના ભાવમાં નરમાઇ જોવા મળી હતી. રાજકોટ ખાતે સિંગતેલ લુઝનો ભાવ રૂ. ૧૦ ઘટી રૂ. ૧૦૧૫થી ૧૦૨૦ બોલતા મિલોએ ડબ્બે રૂ.૧૦ ઘટાડી ૧૫ કિલોનો રૂ.૧૭૨૦ થયેલ. સાઇડ તેલોમાં કપાસિયા વોશ રૂ. ૬૧૮થી ૬૨૩ નરમ હતું. પામોલીન લુઝ રૂ. ૫૫૮થી ૫૬૦ અને સોયાલુઝ રૂ. ૬૨૩થી ૬૨૫ હતું. મગફળીનો ટોન નરમ હતો. આવતા સપ્તાહમાં એરંડાની તેજીના કારણે આવકો વધવાની ધારણા બંધાતા હાજર બજારમાં પાંખા કામકાજ વચ્ચે સાવચેતી હતી. દિવેલ લુઝ રૂ. ૧૦૦૦થી ૧૦૧૦, ધોરાજી સાઇડ એરંડા બિલ્ટી રૂ.૯૨૦, જૂનાગઢ – શાપુર રૂ. ૯૪૫થી ૯૫૫, જગાણા રૂ. ૯૫૫થી ૯૬૦, કડી રૂ.૯૬૦ કંડલા રૂ. ૯૫૦થી ૯૬૦ના ભાવ હતા.

સૌરાષ્ટ્રમાં ચણાનો ભાવ રૂ. ૫૮૦૦થી ૬૨૦૦નો સ્થિર હતો. આવનાર દિવસોમાં નવી આવકો કેવી રહે છે. તેના ઉપર વધઘટ રહેશે. વાયદાની મંજૂરી મળશે તો હાલના મથાળાથી મંદીની સંભાવના ઓછી છે. મિલો દ્વારા તુવેરદાળ બ્રાન્ડમાં કિવન્ટલે રૂ.૨૦૦ વધારીને રૂ.૯ હજાર અને નોન બ્રાન્ડના રૂ. ૭૨૦૦થી ૭૭૦૦ કર્યા હતા.

રૂ બજારમાં શંકર ગાંસડી રૂ. ૪૧થી ૪૩ હજાર અને કપાસનો રૂ. ૯૬૦થી ૧૨૨૫ના ભાવ હતા. ઉનાળાના દિવસોમાં પણ ખાંડની માંગ ઠંડી રહેતા નરમ ટોન વચ્ચે સી ક્વોલિટીના રૂ. ૪૦૬૦થી ૪૧૫૦ અને ડી-ગ્રેડના રૂ. ૩૯૮૦થી ૪૦૩૦ બોલાતા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન