Castor Price Down 25 to 30% On Future Market
  • Home
  • Agro Sandesh
  • એરંડા વાયદો 25થી 30 ટકા તૂટયો, ખેડૂતોને જંગી નુકસાન, જાણો હવે શું થશે?

એરંડા વાયદો 25થી 30 ટકા તૂટયો, ખેડૂતોને જંગી નુકસાન, જાણો હવે શું થશે?

 | 1:00 pm IST

એરંડાના બજારમાં મંદીવાળાની સટ્ટાકીય વેચવાલીને પગલે જોરદાર કડાકો બોલ્યો છે અને વાયદો ફ્રી એક વાર બંધ થાય તેવી સ્થિતિ ઊભી થઈ ગઈ છે. એક્સચેન્જ દ્વારા વારંવાર પરિપત્રો બહાર પાડતા એરંડાની મંદી વધુ વકરી હતી. ગત સપ્તાહે પાંચથી છ ટ્રેડિંગ સેશનમાં કુલ ૨૫થી ૩૦ ટકાનો કડાકો બોલી ગયો હતો અને ભાવ ઘટીને રૂ.૪૦૦૦ની નજીક પહોંચી ગયા હતા.

એરંડા વાયદાને પગલે એગ્રી કોમોડિટી બજારમાં નાણાકીય કટોકટી અને અવિશ્વાસનો માહોલ ઊભો થયો છે. જેની અસરે ગવાર સહિતના બીજા એગ્રી વાયદા પણ તૂટી રહ્યાં છે અને રેગ્યુલેટર સેબીનું અકળ મૌન સૌને સતાવે છે. બીજી તરફ ટ્રેડરો દિલ્હી હાઈકોર્ટમાં પણ ગયા હોવાની બજારમાં ચર્ચા છે.

એરંડા વાયદામાં ગત સપ્તાહે માર્જિન લાદવાની-પાછી ખેંચવાની ઘટનાની સાથે ઓક્ટોબર વાયદામાં ત્રીજી ઓક્ટોબરથી સ્ટાન્ડર્ડ ડિલિવરી શરૂ કરવાની જાહેરાતની મોટી અસર બજારમાં જોવા મળી છે અને મંદીવાળા મજબૂત બની ગયા છે.

એરંડા વાયદો આ અગાઉ ૨૦૧૬માં બંધ થયો ત્યારે ભાવ ઘટીને રૂ.૩૭૦૦ થઈને પછી રૂ.૪૫૦૦ થયા હતા અને ગત દિવાળી આસપાસ ભાવ રૂ.૬૩૦૦ સુધી ગયા હતા. આ વર્ષે જો વાયદો કપાય તો ભાવ ક્યાં જઈને અટકશે તે કહેવું મુશ્કેલ છે.

એરંડાબજારમાં હાલત ખરાબ છે અને નવી સિઝનમાં મોટો પાક હોવાથી સૌને મોટી મંદી થવાનો ભય દેખાઈ રહ્યો છે. જેનું સૌથી મોટું નુકસાન ખેડૂતોએ ભોગવવાનું રહેશે અને તેને સારા ભાવની આશાએ વાવેતર કર્યું હતું, પરંતુ હવે એરંડાના ભાવ ગગડી ગયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન