NIFTY 9,386.15 -52.10  |  SENSEX 30,365.25 +-205.72  |  USD 64.8725 +0.33
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Business
  • એરંડાની વનવે તેજીમાં ઊંચા મથાળે બ્રેક લાગી : ચણા – બેસનમાં સુધારો  

એરંડાની વનવે તેજીમાં ઊંચા મથાળે બ્રેક લાગી : ચણા – બેસનમાં સુધારો  

 | 2:18 am IST

રાજકોટ, તા.૨૦

દેશમાં આ સાલ એરંડાનું ઉત્પાદન અંદાજીત ૨૫ ટકા ઘટવાની ધારણાએ માર્ચની શરૂઆતથી શરૂ થયેલી વનવે તેજીએ ૯૦૦ની સપાટી બનાવ્યા બાદ આજે આવક લાખગણી રહેતા પ્રત્યાઘાતી ઘટાડો હતો યાર્ડોમાં રૂ. ૧૫ ઘટીને રૂ. ૮૨૫થી ૮૮૫, દિવેલ લુઝમાં શિપરોની માંગ જળવાઈ રહેતા રૂ. ૯૪૦થી ૯૪૫, ધોરાજી સાઈડ બિલ્ટી રૂ.૮૬૫, જૂનાગઢ રૂ. ૮૯૦થી ૮૯૫ શાપુર રૂ. ૮૯૫થી ૮૯૮, જગાણા-કડી રૂ.૯૦૫ના ભાવ હતા માર્ચ એન્ડિંગના કારણે થોડા સપ્તાહ સુધી બંધ રહેવાના હોવાથી આગમી પાંચ દિવસ ચિક્કાર આવકો રહેવાની સંભાવનાએ બજારમાં સામાન્ય નરમાઈ હતી. દેશાવરોના સુધારા તરફી અહેવાલે સ્થાનિક મિલો દ્વારા ચણામાં કિવન્ટલે રૂ.૧૦૦ વધારી રૂ. ૫૫૦૦થી ૫૬૦૦, દાળમાં રૂ.૨૫૦ વધારી રૂ. ૭૧૫૦થી ૭૩૫૦ અને બેશન રૂ.૧૫૦ વધારી રૂ. ૪૭૫૦થી ૪૮૫૦ના ભાવ કર્યા હતા. સૌરાષ્ટ્રના અન્ય સેન્ટોરોમાં ચણાનો રૂ. ૫૩૨૫થી ૫૪૨૫નો ભાવ હતો. સરકાર આયાત-જકાત ડયૂટી લાદશે તો હજી બજારમાં પ્રત્યઘાતી ઉછાળા આવશે પરંતુ હાલમાં રાજસ્થાન સરેરાશ ૬૦થી ૭૦ હજાર ગુણી ચણાની આવક છે જે નજીકમાં વધીને બે લાખ બોરી થશે તો બજારમાં ફરી મંદી છવાઈ જશે.

ખાદ્યતેલોને બલ્કમાં નિકાસ છુટ મળવાની સંભાવનાએ રાજકોટ ખાતે સિંગતેલમાં સુધારો આગળ વધતા લુઝ વધુ રૂ.૧૦ સુધરી રૂ. ૯૬૫થી ૯૭૦ રહેતા મિલોએ ડબ્બે રૂ.૧૦ વધારી ૧૫ કિલોનો રૂ.૧૬૯૦ કર્યા હતો. સાઈડતેલો સ્થિર રહેતા કપાસિયા વોશ રૂ. ૬૩૦થી ૬૩૩, પામ લૂઝ રૂ. ૫૭૩થી ૫૭૪ અને સોયા લુઝ રૂ. ૬૩૩થી ૬૩૪ હતુ.

રૂ બજારમાં ઉત્પાદકોની માંગ વધતા ગાંસડીએ રૂ.૪૦૦ સુધરી ઉંચામાં રૂ. ૪૩૨૦૦થી ૪૩૫૦૦ અને કપાસ રૂ.૧૨૦૦થી ૧૨૩૦ના ભાવ હતા.

1