100 ફૂટ ઊંડા ખાડામાં પડેલા બિલાડાને રોજ સમયસર ટિફીન પહોંચે છે - Sandesh
  • Home
  • Gujarat
  • 100 ફૂટ ઊંડા ખાડામાં પડેલા બિલાડાને રોજ સમયસર ટિફીન પહોંચે છે

100 ફૂટ ઊંડા ખાડામાં પડેલા બિલાડાને રોજ સમયસર ટિફીન પહોંચે છે

 | 12:41 am IST

તમે આજ સુધી જીવદયાના અનેક કિસ્સાઓ સાંભળ્યા હશે. પરંતુ આ કિસ્સો વાંચીને તમે ગળગળા થઈ જશો. સો ફૂટ ઊંડા કૂવામાં પાંચેક મહિનાથી પડી ગયેલા બિલાડાને રોજ ખવડાવવાનું પહોંચાડવામાં આવે છે.

14528216_1827218854182123_1648276849_n

આ બનાવ કચ્છના રેહા મોટા ગામનો છે. રેહા મોટાના પાદરે આવેલી વાડીના અંદાજે સો ફૂટ ઊંડા પાણી વગરના અવાવરુ કૂવામાં પાંચેક મહિના અગાઉ સીમનો કાળો બિલાડો અકસ્માતે પડી ગયો, ને બચી ગયો. બે-ત્રણ દિવસે કૂવામાંથી બિલાડાનો અવાજ સંભળાતો હતો. ત્યારે વાડીના માલિક અને ગામના સરપંચ ગેલુભા હઠુભા જાડેજાએ તેને બહાર કાઢવા પ્રયાસો કર્યો હતો. તેને બહાર કાઢવા માટે અનેક લોકોની મદદ લેવાઈ. પણ કંઈ જ કામિયાબ ન થયું. છેવટે બિલાડાને બચાવવા માટે વચગાળાનો રસ્તો કાઢ્યો. હવે દરરોજ રસ્સીથી માંચી બાંધી તેમાં દૂધ, બિસ્કિટ વગેરે ખાવાનુ મોકલવામાં આવે છે. આમ, બિલાડો ખાડામાં પણ સલામત છે. બિલાડાને નિયમિત સવારના દૂધ-બિસ્કિટ, બપોરે બાજરાનો ઘી લગાવેલો રોટલો અને સાંજે ઘીવાળી ખીચડી કૂવામાં મોકલવામાં આવે છે.

14509408_1827218864182122_1492964510_n

માંચીમાં મોકલાવેલ વસ્તુ મૂકીને ત્યાંથી લોકો દૂર ચાલ્યા જાય છે, પછી બિલાડો આવીને ખાઈ જાય છે. બિલાડાને કાઢવાના પ્રયત્નો તો અનેક કર્યાં, પણ 1૦-15 ફૂટ સુધી આવે છે પછી
પાછો ભાગી જાય છે. પરંતુ ઉપર સુધી આવતો નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન