CATમાં સફળતા ન મળતા યુવતીએ ગળેફાંસો ખાઈ કરી આત્મહત્યા

148

વડોદરાના તરસાલી વિસ્તારમાં મંગળવારે બપોરે કેટની પરીક્ષામાં ધાર્યું પરિણામ ન આવતા વિદ્યાર્થિનીએ ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. આ અંગે મકરપુરા પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કર્યો હતો.

ઓઢણીનો ગાળિયો બનાવી પંખે ફાંસો ખાધો
વડોદરાના તરસાલી વિસ્તારમાં આવેલી યોગેશ્વર સોસાયટીમાં રહેતી શ્વેતા સતિષચંદ્ર ચંન્દ્રાએ (ઉ.વ.25) એમબીએનો અભ્યાસ કર્યો હતો. ગત ડિસેમ્બરમાં જ શ્વેતાએ કેટની પરીક્ષા આપી હતી. કેટની પરીક્ષામાં ધાર્યું પરિણામ ન આવતા શ્વેતાએ મંગળવારે બપોરે સાડા ત્રણ વાગે મકાનના પહેલા માળે રીડિંગ રૂમમાં ઓઢણીનો ગાળિયો બનાવી પંખે ફાસો ખાઈ લીધો હતો.

શ્વેતા પોતાના દિવ્યાંગ ભાઈને રોજ ફરવા લઇ જતી હતી
તપાસ અધિકારીઓએ જણાવ્યું હતું કે બે ભાઈઓ વચ્ચે શ્વેતા એકની એક બહેન હતી. તેના પિતા ઓએનજીસીમાં એન્જિનિયર તરીકે ફરજ બજાવે છે. કેટડની પરીક્ષામાં ધાર્યું પરિણામ ન આવતા તેને આ પગલું ભર્યું હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. ખરાબ પરિણામ તેને તેના પિતાને પણ બતાવ્યું ન હતું. શ્વેતા તેના દિવ્યાંગભાઈને રોજ સાંજે ફરવા લઈ જતી હતી. ઓચિંતા મોતથી તેના પરિવાર ઉપર આભ તૂટી પડ્યું છે.