Cat Saves Children Life, Video Viral on Net
  • Home
  • Featured
  • Video: સીડીઓમાંથી નીચે જ પડવાનો હતો બાળક, પણ બિલાડીએ દેવદૂત બની બચાવ્યો જીવ

Video: સીડીઓમાંથી નીચે જ પડવાનો હતો બાળક, પણ બિલાડીએ દેવદૂત બની બચાવ્યો જીવ

 | 6:54 pm IST

કોલંબિયામાં એક બિલાડીએ એક વર્ષનાં માસૂમનો જીવ બચાવ્યો છે. પહેલાં માળે ઘૂંટણિયે ચાલતો બાળક રમી રહ્યો હતો. તે ઘૂંટણિયે ચાલતો ચાલતો સીડીઓની નજીક જ પહોંચ્યો હતો. જો કે એ જ સમયે સોફા પર બેસેલી બિલાડી તેને જોઈ ગઈ. અને એક સેકન્ડની આસપાસ જ બિલાડી જે રફતારથી બાળક પાસે પહોંચીને તેને પાછળ ધકેલી દે છે તે જોઈને સૌ કોઈનાં રૂવાડાં ઉભા કરી દે છે. આ બિલાડીનું નામ Gatubela છે. અને સોશિયલ મીડિયામાં આ વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. લોકો આ બિલાડીને પેટ ભરીને તારીફ કરી રહ્યા છે. તો સાથે બાળકની માતાને આ રીતે એકલો છોડી દેતાં લોકો તેનાં પર ગુસ્સો કાઢી રહ્યા છે.

ઘટનાની વિગતમાં વાત કરીએ તો, 27 વર્ષીય ડાયના અલવારેઝ પોતાના એક વર્ષનાં બાળક સેમ્યુઅલ સૂતો હતો ત્યારે ઘરમાં કાંઈક કામ કરવા નીચે ગઈ હતી. પણ તે જ સમયે સેમ્યુઅલ ઊંઘમાંથી ઉઠી ગયો હતો. અને રમતાં રમતાં તે સીડીઓની નજીક પહોંચી ગયો હતો. પણ રામ રાખે તેને કોણ ચાખે તેમ તે સમયે દેવદૂત સમાન બિલાડી બાળકની પાસે જ હતી. જો બિલાડી ન હોત તો સેમ્યુઅલ સીડીઓની નીચે પડી જાત, અને તેને ગંભીર ઈજાઓ પણ પહોંચી શકતી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન