બિલાડી કૂળનાં ખૂંખાર પ્રાણીઓની કેટલીક રસપ્રદ  વાતો... - Sandesh
  • Home
  • Kids Corner
  • બિલાડી કૂળનાં ખૂંખાર પ્રાણીઓની કેટલીક રસપ્રદ  વાતો…

બિલાડી કૂળનાં ખૂંખાર પ્રાણીઓની કેટલીક રસપ્રદ  વાતો…

 | 12:07 am IST

આ પૃથ્વી પર દસેક લાખ પ્રકારના પ્રાણીઓ વસે છે. એમાં સૌથી વિકરાળ અને ક્રૂર પ્રાણીઓ તરીકે બિગ કેટ્સનું જૂથ નોંધપાત્ર છે. દુનિયાભરમાં છવાયેલા આ બિલાડી કૂળમાં ૪૦ પ્રકારના ખતરનાક પ્રાણીઓને સમાવેશ થાય છે. સોની બીબીસી અર્થના બિગ કેટ્સ નામના શોમાં તમને ઉત્તર ધ્રૂવથી માંડીને સૂકા રણપ્રદેશમાં જોવા મળતા આ પ્રાણી-જૂથ વિશે રસપ્રદ વાતો જાણવા મળશે. અહીં બિગ કેટ્સ પરિવારના ચાર અભ્દૂત સભ્યો વિશે તમને થોડી જાણકારી આપીશું.

ફિશિંગ કેટઃ માછીમાર બિલ્લી

મધ્યમ કદના આ બિલાડાની વિશેષતા એ છે કે તે લપસણી માછલીઓને પકડી પાડવાની ક્ષમતા ધરાવે છે. આ બિલાડાની મૂંછો લાંબી હોય છે. પાણીનાં કંપન પરથી તે માછલીની  હાજરી પકડી પાડે છે. નાના કદ છતાં ફિશિંગ કેટની આક્રમકતા જબરી હોય  છે.

કેનેડા  લિક્ન્સ

જાડા પગ અને ભરપૂર રુંવાટી ધરાવતો આ બિલાડો અત્યંત ઠંડી જગ્યાઓમાં વસવાટ કરે છે. તમે આ લિક્ન્સ જોવા માટે વર્ષો સુધી મથો તો પણ એ એટલો છૂપો રુસ્તમ છે કે એ તો તમને ભાગ્યે જ જોવા મળે. તેના પગલાંની નિશાની જોવા મળે તો પણ તમે નસીબદાર ગણાવ. તેનું મનગમતું ભોજન છે સ્નો શૂ હેર (સસલું) છે. રોજનું એક સસલું તો એણે ખાવું જ પડે. આ  બિલાડીની આંખો હલનચલન પકડી પાડવાના મામલે ભારે ચકોર હોવાને લીધે એ આસાનીથી સસલું શોધી લે છે.

રસ્ટી-સ્પોટેડ કેટ

દુનિયાની આ સૌથી છોટી બિલ્લી છે. આ બિલાડી પૂરેપૂરી મોટી થઈ ગયા બાદ તમારી હથેળીમાં આસાનીથી સમાઈ જાય એટલું જ કદ ધરાવે છે. નાનો પણ રાયનો  દાણો એ કહેવત આ બિલ્લીને બરાબર લાગુ પડે છે. તેની આંખો આપણાં કરતાં છ ગણી વધુ ક્ષમતા ધરાવે છે. તેની મૂંછો (થોભિયાં) આસપાસની  સુક્ષ્મતમ હલનચલન અને હવાની આછામાં આછી લહેરખીને પારખી શકે છે. આ બિલ્લી કરોડો પ્રકારની અલગઅલગ ગંધને પારખી શકે છે (હા, ગંધના કરોડો પ્રકારો હોય છે).

ચિત્તો

ધરતી પર સૌથી તેજ દોડનારું પ્રાણી ચિત્તો છે. એ સીધી લીટીમાં ઝડપથી દોડી શકે છે તેનાથી પણ મોટી ખૂબી એ છે કે શિકાર આડોઅવળો થાય ત્યારે તેને પકડવા માટે ડાબે-જમણે ઝડપી વળાંક લેવામાં પણ તેનો જગમાં જોટો નથી. ફુલ સ્પીડે દોડતો ચિત્તો પળવારમાં જાતને બ્રેક મારીને ઊભો રહી શકે છે. તેનાં મજબૂત હાડકાં ભલભલા આંચકાને પચાવી શકે તેવાં હોય છે. ચિત્તા જેવું દોડવીર બીજું કોઈ નહીં.

બિગ કેટ્સ જૂથનાં આ સિવાયનાં અન્ય પ્રાણીઓ પણ એક્ટ્રાઓર્િડનરી હોય છે. તેમના વિશેની જાણકારી તમને સોની બીબીસી અર્થના બિગ કેટ્સ શોમાં મળી શકશે.

Special Feature