સંદેશ ન્યૂઝ ઘટસ્ફોટ: ગ્વાલિયા સ્વિટસ અને બર્ગર કિંગમાં ભોજન લેતા પહેલા સાવધાન

સંદેશ ન્યૂઝ દ્વારા સમયાંતરે અલગ અલગ ઓપરેશનો કરીને સમાજના અને તંત્રના દૂષણો ખુલ્લા કરવામાં આવે છે. સંદેશ દ્વારા સમાજ પ્રત્યે અને પત્રકારત્વ પ્રત્યે વફાદાર રહીને ફરી એક વખત ‘ઓપરેશન પ્રાણ’ અંતર્ગત એક મોટો ઘટસ્ફોટ કરવામાં આવ્યો છે. મોટી દુકાનો અને ફરસાણની દુકાનોમાં તમારા શરીર સાથે કેવી રીતે ચેડા કરવામાં આવે છે તેનો ચીતાર આપી રહ્યા છીએ. સંદેશન્યૂઝના સૌથી મોટા રિયાલીટી ચેકમાં ચોંકાવનારી અને પ્રાણઘાતક હકિકત સામે આવી છે. જ્યાં તેલમાં નહીં પરંતુ ઝેરમાં તળાઇ રહ્યા છે ભોજન. સ્વાદના નામે પિરસાઇ રહ્યું છે ધીમું મોત તથા તમે દરરોજ મોતનો સ્વાદ ચાખી રહ્યા છો.
અમદાવાદમાં આવેલ ખ્યાતનામ ગ્વાલિયા સ્વિટ્સ સંદેશના રિયાલિટી ચેકમાં ફેલ થઇ ગઇ છે. અમદાવાદી લોકો ગ્વાલિયા સ્વિટ્સમાં ફરસાણ ખાવાના શોખિન છે અને તેના પર સ્વાદ પર અમદાવાદી લોકો આફરિન છે. ત્યારે અમારા રિપોર્ટર દ્વારા ગ્વાલિયા સ્વિટ્સના રસોડામાં કેન્સર થવાનું પ્રમાણ ખુબ જ જોવા મળ્યું છે. ગ્વાલિયા સ્વિટ્સના નમૂનામાં ફેલ થયા હતા.
ત્યાં જ બીજી બાજૂ અમદાવાદના હિમાલયા મોલમાં આવેલ બર્ગર કિંગએ તો હદ પાર કરી હતી. તેમણે જાણી જોઇને અમારા રિપોર્ટરને તેમના રસોડાને ચેક કરાવવાથી ઇન્કાર કરી દીધો હતો તેમજ બર્ગત કિંગના મેનેજર દ્વારા આકરા શબ્દોમાં રિયાલિટી ચેક કરવાનો સાફ ઇન્કાર કરી દીધો હતો. ક્યાંક આ પરિસ્થિતિને જોતા સાફ સમજી શકાય છે કે, બર્ગર કિંગ દ્વારા તેમના રસોડામાં એટલી હદ સુધી બીમારીના લક્ષણો છે કે તેમણે રિયાલિટી ચેક પણ કરવા દેવામાં આવ્યું ન હતું.
ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટની જોગવાઈઓ
તળવા માટેના ખાદ્ય તેલની ગુણવત્તાની જાળવણી જરૂરી
દાઝીયા તેલની ગુણવત્તા ટોટલ પોલર કમ્પાઉન્ડના અંકથી થાય
૨૫થી વધારે TPC તેલના ઉપયોગ પર પ્રતિબંધ
વારંવાર અને લાંબો સમય તળવા તેલની ગુણવત્તામાં ઘટાડો
તેલ કાળુ પડી જાય છે અને ધુમાડા ઉત્પન્ન થાય છે
૨૫થી વધારે TPC હોય તે તેલ ઉપયોગ કરવા લાયક નથી
૨૦ સુધીના TPC તેલીયું ફરસાણ આરોગ્ય માટે હાનિકારક નહિ
આ પહેલા પણ સંદેશ ન્યૂઝ દ્વારા ઓપરેશન ‘બ્લેક એન્ડ વ્હાઈટ’, ઓપરેશન ‘માં’, ‘ઓપરેશન ડેન્જર’, ઓપરેશન જંગલરાજ, ‘ઓપરેશન ખુશબૂ’, ‘ઓપરેશન ઝીરો’, ઓપરેશન ગાય’બ’, ઓપરેશન મધર ઇન્ડિયા પાર પાડવામાં આવ્યા છે. જેમા સમાજને લગતા પ્રશ્નોને ઉઠાવવામાં આવ્યા છે. તથા ગુજરાતની પ્રજા સાથે થતા અત્યાચાર અને તેમના જીવન સાથે થતા ચેડાને જાહેર કરવામાં આવ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન