Caution if you use RO in drinking water, These illnesses can occur
  • Home
  • Health & Fitness
  • પીવાના પાણીમાં ROનો ઉપયોગ કરો છો તો સાવધાન, થઈ શકે છે આ બિમારીઓ

પીવાના પાણીમાં ROનો ઉપયોગ કરો છો તો સાવધાન, થઈ શકે છે આ બિમારીઓ

 | 4:18 pm IST

વિશ્વભરમાં ઘણા લોકો ROના પાણીનો ઉપયોગ કરતા હોય છે. જણાવી દઈએ કે સતત આરઓનું પાણી પીનારા લોકોમાં બોન હેલ્થ સંબંધીત તકલીફો થઈ શકે છે.

આરઓ પાણી પ્યોરીફાઈ કરે છે, કે જે સ્વાસ્થ્ય હેતુ આવશ્યક મિનરલ્સને પણ સમાપ્ત કરી દે છે. જેની કમીથી હેલ્થ પર ગંભીર નુક્શાન થઈ શકે છે.

પાણીમાં પ્રાકૃતિક રૂપથી થોડા મિનરલ્સ મળેલા હોય છે. તેને શ્રેણીઓમાં રાખવામાં આવે છે, પાણીમાં ઉપસ્થિત ગુડ મિનરલ્સમાં કેલ્શિયમ, મેગ્નેશિયમ તથા પોટેશિયમ હોય છે. જ્યારે ખરાબ પાણીમાં લેડ, બેરિયમ, એલ્યૂમીનિયમ વગેરે હોય છે. આરઓ પાણીને પ્યોરીફાઈ કરવાની પ્રક્રિયામાં આ બંને રીતના મિનરલ્સને બેકાર કરી નાખી દે છે.

ખુબ લાંબા સમયથી આરઓના પાણીનું સેવન કરનારા લોકોને હ્રદયના રોગ, કમજોરી, માથાનો દુખાવો, પેટ ખરાબ થવું તથા થાક જેવી બિમારી થઈ રહી છે. આરઓ પાણીને ફિલ્ટર કરતા સમયે પાણીમાંથી કેલ્શિયમ અને મેગ્નેશિયમને લગભગ 90% સુધી નીકાળી દે છે કે જે હાડકાની મજબૂતી માટે જરૂરી હોય છે.

આ વીડિયો પણ જુઓ – બાલાકોટ એરસ્ટ્રાઈકના 5 જવાનોનું કરાશે સન્માન

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન