Caution: The World's Most Dangerous Virus, Can Die 8 Million Worldwide in 36 Hours
  • Home
  • Featured
  • સાવધાન : આવી રહ્યો છે દુનિયાનો સૌથી ખતરનાક વાયરસ, 36 કલાકમાં દુનિયાભરમાં થઈ શકે 8 કરોડ લોકોના મોત

સાવધાન : આવી રહ્યો છે દુનિયાનો સૌથી ખતરનાક વાયરસ, 36 કલાકમાં દુનિયાભરમાં થઈ શકે 8 કરોડ લોકોના મોત

 | 8:46 pm IST

દુનિયાની સામે એક બહુજ મોટો પડકાર આવી રહ્યો છે. આ પડકાર હવા ફેલાવા વાળો એક ખતરનાક વાયરસ હશે. જે આવતાની સાથે જ 36 કલાકમાં પુરી દુનિયામાં ફેલાઈ જશે. જેના લીધે પુરી દુનિયામાં 8 કરોડ લોકોના મોત થઈ શકે છે.  વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન WHO ના  પ્રમુખે  એલર્ટ જાહેર કર્યો છે. તેમણે આ વાયરસને અત્યાર સુધીનો ખતરનાક ફ્લુ જણાવ્યો છે. WHOએ પણ આના માટે તૈયાર રહેવાનું જણાવ્યું છે.

વિશેષજ્ઞોના અનુસાર અંદાજીત એક સદી પહેલા 1918માં સ્પેનિશ ફ્લુ મહામારી (Spanish Flu Pandemic)એ દુનિયાની આબાદીના ત્રીજા ભાગને અસર પહોંચાડી હતી. આ ફ્લુના કારણે પાંચ કરોડ લોકોનાં મોત થઈ ગયા હતાં. હવે જે ફ્લુ આવવાનો છે, તે સ્પેનિસ ફ્લુ કરતા પણ વધુ ખતરનાક છે. વિશેષજ્ઞોના અનુસાર આ ફ્લુ એટલા માટે પણ ખતરનાક હશે કેમકે સ્પેનિશ ફ્લુના મુકાબલે આજના સમયમાં દુનિયામાં ખુબજ વધુ અને ઝડપથી લોકો એક દેશથી બીજા દેશની યાત્રા કરી રહ્યા છે. આ કારણે આવવા વાળો ફ્લુ પહેલેથી વધુ ખતરનાક સાબિત થઈ શકે અને માત્ર 36 કલાકમાં જ દુનિયામાં ફેલાઈ જશે.

બધા દેશોમાં જાહેર કર્યો એલર્ટ

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના પુર્વ ચીફ (former chief of the World Health Organization)ના નેતૃત્વ વાળી ધી ગ્લોબલ પ્રીપયર્ડનેસ મોનિટરીંગ બોર્ડ (The Global Preparedness Monitoring Board)ના સ્વાસ્થ્ય વિશેષજ્ઞોની ટીમે પોતાની આ રીપોર્ટને બધા દેશોના નેતાઓને વાયરસથી બચવા માટે આવશ્યક પગલા ઉઠાવવા માટે મોકલ્યો છે. બોર્ડ દ્વારા બુધવારે જાહેર કરાયેલ રીપોર્ટમાં જણાવાયું છે કે પુરી દુનિયામાં ફેલાવા વાળી આ મહામારીની ચેતવણી વાસ્તવિક છે.

હાલના પ્રયાસો બચાવ માટે અપુરતા છે

વિશેષજ્ઞોના અનુસાર બહુજ તેજ ગતિએ ફેલાવા વાળો આ ફ્લુ ખુબજ ખતરનાક છે. આમાં 10 કરોડ લોકોના જીવ લેવાની ક્ષમતા છે. સાથે જ આનાથી કેટલાય દેશોની અર્થ વ્યવસ્થા ખરાબ થવા અને રાષ્ટ્રીય સુરક્ષા અસ્થિર થવાનો પણ મોટો ખતરો છે. વિશેષજ્ઞોએ પોતાની આ રીપોર્ટને નામ આપ્યું છે. અ વર્લ્ડ એટ રીસ્ક (A World At Risk), જેમાં જણાવાયું છે કે, આ વાયરસ ઈબોલાની જેમ જ ખતરનાક સાબિત થઈ શકે છે. ઈબોલા જેવા ઘાતક વાયરસના ખતરાને જોતા હાલના સમયમાં કરવામાં આવી રહેલા પ્રયાસ અપુરતા છે.

GPMBએ જાહેર કર્યું એલર્ટ

આ ખતરનાક વાયરસનું એલર્ટ જાહેર કરવા વાળી સંસ્થા ગ્લોબલ પ્રીપયર્ડનેસ મોનિટરીંગ બોર્ડ (GPMB) નું નેતૃત્વ નાર્વેના પુર્વ પ્રધાનમંત્રી અને WHO ના મહાનિર્દેશક ડો. ગ્રો હાર્લેમ બ્રુન્ડલેંડ (Dr Gro Harlem Brundtland) અને ઈન્ટરનેશનલ ફેડરેશન ઓફ રેડ ક્રોસ (International Federation of Red Cross) અને રેડ ક્રિસેંટ સોસાઈટીઝ (Red Crescent Societies)ના મહાસચિવ અલ્હદઝ અસ સય (Alhadj As Sy) કરી રહ્યા છે. સંસ્થા દ્વારા જાહેર કરવામાં આવેલા રીપોર્ટમાં જણાવાયું છે કે,તેમના દ્વારા જાહેર કરવામાં આવેલા આ ખતરનાક ફ્લુ વિશેના રીપોર્ટમાં વૈશ્વિક નેતાઓએ પુરી રીતે નજરઅંદાજ કરી દિધું હતું. WHO એ પણ આ રીપોર્ટ પર મોહર લગાવી દિધી છે.

મેપથી જણાવાયું કે કેટલા દેશમાં છે ખતરો

સંસ્થાએ ખતરનાક ફ્લુની રીપોર્ટની સાથે તેનો શિકાર થવા વાળા સંભવિત દેશોને  લઈ એક મેપ તૈયાર કર્યો છે. આ મેપને નવા ઉભા થતા અને ફરીથી ઉભા થતા વાયરસના ખતરાને વર્ગમાં વિભાજીત કરવામાં આવ્યું છે. દુનિયામાં આની પહેલા પણ પાંચ ખતરનાક ફ્લુ ઈબોલા. જીકા, અને નિપા જેવા વાયરસ હુમલો કરી ચુક્યા છે. આના સિવાય વેસ્ટ નીલ મંકીપોક્સ પણ દુનિયાના કેટલાક સૌથી ખતરનાક વાયરસમાં સામેલ છે.

GPMBનો રીપોર્ટ

જીપીએમબી રીપોર્ટમાં ચેતવણી દેવામાં આવી છે કે અત્યાર સુધીનો સૌથી ખતરનાક વાયરસ પુરી દુનિયામાં પાંચથી આઠ કરોડ લોકોનો જીવ લઈ શકે છે. આ વાયરસ શ્વાસ દ્વારા હવા માં ઝડપથી ફેલાશે અને મહામારીનું રૂપ લઈ લેશે. આના લીધે દુનિયાની પાંચ ટકા અર્થવ્યવસ્થા પણ પ્રભાવિત થઈ શકે છે.  દુનિયા આ ખતરા માટે બિલ્કુલ તૈયાર નથી. આના લીધે બહુજ ગરીબ દેશોમાં સ્વાસ્થ્ય સેવાઓ વધુ બગડી શકે છે.

WHOએ પણ જાહેર કર્યો હતો એલર્ટ

આ રીપોર્ટ પર મોહર લગાવતા WHOના મહાનિર્દેશક ટેડ્રોસ એડનોમ ઘિબેયિયસ (Tedros Adhanom Ghebreyesus, director-general of the WHO)એ બધા દેશોની સરકારોથી આહ્વાન કર્યું છે કે, તેઓ આ ખતરાનો સામનો કરવા માટે પુરતી તૈયારી રાખે. તેમણે કહ્યું છે આ મોકો છે જ્યારે જી-7, જી-20, અને જી-77માં સામેલ દેશ બાકી દુનિયા માટે એક ઉદાહરણ પ્રસ્તુત કરી શકે છે. હવામાં ફેલાવા વાળા આ ખતરનાક ફ્લુનું એલર્ટ WHO દ્વારા પહેલા પણ જાહેર કરવામાં આવી ચુક્યું છે.

સૌથી ઘાતક રહ્યો છે 1918નો ફ્લુ

અંદાજીત એક સદી પહેલા 1918માં ફેલાયેલા એક જીવલેણ વાયરસે દુનિયાના ત્રીજા ભાગની આબાદી પર હુમલો કર્યો હતો. આના કારણે એક મહિનાની અંદર દુનિયા ભરમાં પાંચ કરોડ લોકોના મોત નીપજ્યા હતાં. આ આંકડો પ્રથમ વિશ્વયુદ્ધમાં થયેલા કુલ મોત કરતા ત્રણ ગણો હતો. આ ઈતિહાસમાં સૌથી ઝડપી ફેલાવા વાળો અને સૌથી જલ્દી મોતને ઘાટ ઉતારવા વાળો વાયરસ હતો. વાયરસનો વધુ પડતી અસર બાળકો, વૃદ્ધો અને શરિરીક રૂપથી કમજોર લોકો પર થાય છે. આના વિપરીત 1918માં આ ફ્લુનો શિકાર સૌથી વધુ શિકાર સ્વસ્થ યુવાઓ થયા હતાં. આ ફ્લુની સૌથી વધુ અસર જર્મની, બ્રિટેન, ફ્રાંસ, સ્પેઈન, અને યુનાઈટેડ સ્ટેટ્સ પર થયો હતો.  

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન