Caution ... Your computer may be hacked to corrupt Corona
  • Home
  • Featured
  • થઈ જજો સાવધાન! કોરોનાની કુતૂહલતામાં તમારું કોમ્પ્યુટર હેક થઈ શકે છે, જાણો કેવી રીતે

થઈ જજો સાવધાન! કોરોનાની કુતૂહલતામાં તમારું કોમ્પ્યુટર હેક થઈ શકે છે, જાણો કેવી રીતે

 | 8:03 am IST

કોરોનાના લીધે અનેક લોકોની ચાપતી નજર કોરોના વાયરસના કેસ પર મંડાયેલી રહે છે. રાજ્યમાં કોરોના વાયરસથી કેટલા અસરગ્રસ્ત થયા કે કેટલાના મોત થયા તે અંગે માહિતી મેળવવા માટે લોકો સોશિયલ મીડિયા અને ઓનલાઈન લિંક પર સતત ધ્યાન રાખે છે અને તે જોતા રહે છે. જીએફએસયુના સાયબર સિક્યુરિટીના પ્રોફેસરનું કહેવું છે કે કોરોના વાયરસથી અસરગ્રસ્ત દેશોમાં કેટલાક લેભાગુ તત્વો કૌભાંડ આચરે છે આ ઠગ બાજુ એક પ્રકારનો ડરનો માહોલ ઊભો કરે છે.

હાલના સમયમાં મોટાભાગના લોકો ઘર બેઠા કામ કરે છે પરંતુ કામ માટે ઘરનું વાતાવરણ ઓફ્સિ જેટલું સુરક્ષિત હોતું નથી. આ સાયબર એક્સપર્ટનું કહેવું છે કે તમને આવતા ઈમેલ સોશિયલ મીડિયા પરના સંદેશાઓ વારંવાર ચેક કરવા આ પ્રકારના સંદેશામાં તમારા કમ્પ્યુટર અને માહિતીને અસર અથવા નુકસાન કરી શકે તેવા વાયરસ હોઈ શકે છે.

સાઇબર સિક્યુરિટી નિષ્ણાતોનું માનવું છે કે છેલ્લા કેટલાક દિવસોમાં અનેક વેબ સાઈટ દ્વારા કોવિડ નવું ૧૦ બોર્ડ લોન્ચ કરાયા છે તેમનો દાવો છે કે તેવું કોરોના વાયરસ અંગે સાચી અને અપડેટ માહિતી આપે છે જોકે આ પ્રકારની લિંકથી સાવધ રહો અને તેને અવગણો ખાસ કરીને કોરોના વાયરસ સંદર્ભે સરકારી વેબસાઇટ પર આવતી માહિતી પર જ ભરોસો કરો.

તાજેતરમાં જ એક કૌભાંડ ધ્યાન પર આવ્યું છે જે કોરોના વાયરસ માટે બનાવવામાં આવેલા પ્રધાનમંત્રી રાહત ફંડ સાથે સંકળાયેલું છે. જેમાં આ પ્રકારનું જ નામ ધરાવીને નકલી યુપીઆઈ આઈડીની મદદથી લોકોને છેતરવામાં આવે છે.

વડોદરામાં વધુ એક કોરાના પોઝિટિવ પેશન્ટ સાજો થતાં ડિસ્ચાર્જ

વડોદરા શહેર માટે સારા સમાચાર એ છે કે સયાજીમાં સારવાર લઈ રહેલા કોરોનાગ્રસ્ત પેશન્ટની તબીયતમાં સુધારો આવ્યો છે અને શુક્રવારે મોડીરાતે સયાજી હોસ્પીટલમાંથી રજા આપી દેવામાં આવી છે.   આ દર્દીનું નામ છે સારંગીબેન શૈલેન્દ્ર દેસાઈ (ઉ.વ.૨૭) છે. જેમના પિતા શૈલેન્દ્ર દેસાઈનું ગઈકાલે કોરોનાના કારણે મૃત્યુ થયુ હતુ.

સારંગીબેન તા.૨૧મી માર્ચથી સયાજી હોસ્પીટલમાં સારવાર હેઠળ હતા. તેઓ સંપૂર્ણ સ્વસ્થ થતાં શુક્રવારે રાતે હોસ્પીટલમાંથી રજા અપાઈ હતી. કોરોનાને મ્હાત આપી હોય તેવા આ બીજા વ્યકિત છે આ પહેલા મકરપુરાના ચિરાગ પંડિત કોરોના સામે જંગ જીત્યા હતાં. હાલમાં કોરોના પોઝીટીવવાળા ૬ દર્દીઓ સારવાર હેઠળ છે.

દાન કરતી વખતે આટલી સાવચેતી રાખજો

  • ઓનલાઇન મુદ્દે આટલી સાવચેતી અનિવાર્ય
  • કોરોના વાયરસ આ અંગે માહિતી આપતી લિંકને ક્લિક કરો નહી.
  • કોરોનાવાયરસ ડેશ બોર્ડની લીંક ન કરો.
  • માત્ર સરકારી વેબસાઇટ પરના આંકડાઓ પર જ વિશ્વાસ કરો.
  • કોરોના અંગે માહિતી આપતી કોઈ એપ્લિકેશન ડાઉનલોડ કરો નહીં.
  • રાજ્ય કે કેન્દ્ર સરકારના રાહત ફંડમાં દાન કરતા પહેલા એકાઉન્ટ નંબર અનેતેની માહિતી બરાબર ચકાસી લો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન