Cautioning to migrate in times of epidemic, state police chief
  • Home
  • Ahmedabad
  • અત્યારે મહામારીના સમયમાં સ્થળાંતર કરનાર સાવધાન, રાજ્યના પોલીસ વડાએ કહી આ વાત

અત્યારે મહામારીના સમયમાં સ્થળાંતર કરનાર સાવધાન, રાજ્યના પોલીસ વડાએ કહી આ વાત

 | 8:00 am IST

રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાએ જાહેર કર્યું છે કે પ્રવર્તમાન કોરોના વાઇરસ મહામારીના સમયમાં લોકોએ એક સ્થળેથી બીજા સ્થળે ના જવું જોઈએ, આ સ્થળાંતર અત્યારે ટાળવું જોઇએ અને આ બાબત ગુનો પણ બને છે. રાજ્યના મોટા શહેરોમાં અને ખાસ કરીને સુરતમાં આવીને વસેલા લોકો અત્યારે પોતાના વતન જઈ રહ્યાં છે, જેમાંના ઘણાખરાં તો વતનમાં પહોંચી ચૂક્યાં છે. આ સ્થિતિ ધ્યાને લઈને રાજ્ય પોલીસ વડાને સ્થળાંતર રોકવા માટે કહેવાની ફરજ પડી છે. રાજ્યના પોલીસવડા સ્થળાંતરને ગુનો ગણાવે છે, પણ બુધવાર સુધી પોતાના માદરે વતન રાજસ્થાન હોય કે પછી પંચમહાલ-દાહોદ હોય પગપાળા જતાં શ્રમિક વર્ગ માટે બસોની વ્યવસ્થા ખુદ મંત્રીઓએ કરાવી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી આ અગાઉ સ્થળાંતર થઈ રહેલા લોકોને અપીલ કરી ચૂક્યાં છે. એમણે કહેલું જ છે કે, શહેરોમાંથી ગામડાં તરફ હાલની પરિસ્થિતિમાં લોકો જવાનું પસંદ કરી રહ્યા છે તે વલણ ખૂબ જોખમી છે.

ક્વોરન્ટાઇન ભંગના કુલ કેસ ૨૯૮:

ગુજરાતમાં અત્યાર સુધી લોકડાઉનના જાહેરનામાના ભંગના કુલ ૭૪૦, ક્વોરન્ટાઇન ભંગના ૨૯૮ ગુના નોંધાયા છે તેમજ કુલ ૧,૩૭૯ આરોપીઓની અત્યાર સુધી અટક કરાઈ છે. આમાં બુધવાર મધરાતથી ગુરુવાર સાંજ સુધી નોંધાયેલા જાહેરનામા ભંગના ૨૫૦, ક્વોરન્ટાઇન ભંગના ૬૨ ગુનાઓ તેમજ અટક કરાયેલા ૪૮૨ આરોપીઓ સામેલ છે. રાજ્યના પોલીસ વડાએ ગુરુવારે સાંજે ગાંધીનગર ખાતે પત્રકાર પરિષદમાં આ આંકડા જાહેર કર્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન