કાવેરી જળ વિવાદની ઝાળ IPLને લાગી, ચેન્નાઈમાં રમાનારી મેચને લઈને અવઢવ - Sandesh
NIFTY 10,536.70 +20.00  |  SENSEX 34,651.24 +35.11  |  USD 68.0400 -0.08
1.6M
1M
1.7M
APPS
  • Home
  • India
  • કાવેરી જળ વિવાદની ઝાળ IPLને લાગી, ચેન્નાઈમાં રમાનારી મેચને લઈને અવઢવ

કાવેરી જળ વિવાદની ઝાળ IPLને લાગી, ચેન્નાઈમાં રમાનારી મેચને લઈને અવઢવ

 | 5:38 pm IST

કાવેરી જળ વિવાદની ઝાળ ઈન્ડિયન પ્રિમિયર લીગ (આઈપીએલ)ની ચેન્નઈ સુપર કિંગ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સને લાગી છે. મેચ શરૂ થવાને ગણતરીની કલાકો જ બાકી છે પરંતુ ભારે અવઢવની સ્થિતિ ઉભી થઈ છે. આ સ્થિતિ તમિળ સમર્થક કાર્યકર્તાઓને લઈને ઉભી થઈ છે.

ટીવીકેના કાર્યકર્તાઓ કાવેરી જળ વિવાદના વિરોધમાં ચેન્નઈમાં રમાનારી આજની આઈપીએલ મેચને લઈને વિરોધ નોંધાવ્યો છે. પ્રદર્શનને ધ્યાનમાં રાખી હોટલમાં રોકાયેલી ટીમની સુરક્ષા વધારી દેવામાં આવી છે.

ટી વેલુમુરુગનની આગેવાનીમાં ટીવીકેના કાર્યકર્તાઓએ ચેન્નઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમનો ઘેરાવ કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ પોલીસે તેમને તત્કાળ હટાવી દીધાં હતાં. તે દરમિયાન ટીવીકેના કાર્યકર્તાઓએ અહીં આઈપીએલ મેચ વિરૂદ્ધ નારેબાજી કરી હતી. વિરોધ પ્રદર્શન કરનારા કાર્યકર્તાઓએ હાથમાં ફુગ્ગા પર લખાણ લખીને વિરોધ પ્રદર્શન કર્યાં હતાં. ટીવીકેના કાર્યકર્તાઓએ લખ્યું હતું કે, – ‘અમે આઈપીએલ નથી ઈચ્છતા, અમે કાવેરી મેનેજમેંટ બોર્ડ ઈચ્છીએ છીએ.’

વિરોધ પ્રદર્શનને લઈને એમએ ચિદમ્બરમ સ્ટેડિયમની સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે. સ્ટેડિયમ જાણે અભેધ્ય કિલ્લામાં ફેરવાઈ ગયું છે. સ્ટેડિયમની બહાર કમાંડોઝ અને આરએએફ સહિત 400 સુરક્ષાકર્મીઓને તૈનાત કરવામાં આવ્યાં છે. તેવી જ રીતે તમિળનાડુ પોલીસ પણ અહીં મોટી સંખ્યામાં ખડેપગે છે.

વેલુમુરુગને ગઈ કાલે સોમવારે જ ધમકી આપી હતી કે, તે આઈપીએલ મેચના વિરોધમાં સ્ટેડિયમ બહાર ધરણા કરશે. ઉલ્લેખનીય છે કે, જુદી જુદી પાર્ટીઓ અને સંગઠનોએ કાવેરી જળ વિવાદ ઉભો છે ત્યારે આઈપીએલ મેચ ન કરાવવાની માંગણી કરી છે.

આમ વિરોધ પ્રદર્શનોને સીએસકે અને કેકેઆરની મેચ પર સંકટના વાદળ છવાયા છે. સીએસકે અને કેકેઆર વચ્ચે આજે ચેન્નઈમાં સાંજે 8 વાગ્યે મેચ રમાશે. મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખતા આઈપીએલના ચેરમેન રાજીવ શુક્લાએ કેન્દ્રીય ગૃહ સચિવ રાજીવ ગાબા સાથે મુલાકાત કરી. તેમને ચેન્નઈમાં રમાનારી મેચ માટે વધારાની સુરક્ષાની માંગણી કરી, જેના પર કેન્દ્રીય ગૃહ સચિવે તેમને જરૂરી સુરક્ષાબળ પુરુ પાડવાની ખાતરી આપી છે.

 

ગાબા સાથેની મુલાકાત બાદ રાજીવ શુક્લાએ કહ્યું હતું કે, તમિળનાડુ સરકાર અને ચેન્નઈ પોલીસે સધિયારો આપ્યો છે કે, સુરક્ષા પુરી પાડવામાં આવશે. મેં ગૃહ સચિવ સાથે પણ વાતચીત કરી છે. રાજ્યના ડીજીપીએ પણ નિર્દેશ આપ્યાં છે કે, ખેલાડીઓ અને દર્શકોને સુરક્ષા પુરી પાડવામાં આવે. કોઈ જ દુર્ભાગ્યપુર્ણ ઘટના ના ઘટે.