Caviar iphone offering customized versions of the new iPhone 11
  • Home
  • Featured
  • લ્યો બોલો…હવે ઉલ્કાપિંડ-ચંદ્રમાના ટુકડાથી બનાવવામાં આવ્યો ફોન, કિંમત જાણી ચોંકી જશો

લ્યો બોલો…હવે ઉલ્કાપિંડ-ચંદ્રમાના ટુકડાથી બનાવવામાં આવ્યો ફોન, કિંમત જાણી ચોંકી જશો

 | 8:16 pm IST

દિગ્ગજ કંપની Apple સપ્ટેમ્બરમાં iPhone 11 લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. પરંતુ કસ્ટમાઇઝ્ડ અને મોંઘા આઇફોન નિર્માણ કરનાર રશિયન લગ્ઝરી બ્રાન્ડ Caviar એ તેના લોન્ચથી પહેલા જ નવા ફ્લેગશિપના કસ્ટમાઇઝ્ડ વર્જનને તૈયાર કરી દીધું છે.

આ નવું ડિઝાઇન પ્રોટોટાઇપ પર બેસ્ડ છે. જેમાં ઉલ્કાપિંડના ટુકડાની સાથે-સાથે ચંદ્રમાથી લાવેલા ટુકડાઓનો ઉપયોગ પણ કરવામાં આવ્યો છે. આ સાથે ફોનના બેક પેનલમાં કેટલાક કિંમતી સ્ટોન અને ફરતું ચક્ર પણ છે. આ બધા કિંમતી ટુકડાઓ સાથે તૈયાર કરેલ આ ફોનના એક યૂનિટની કિંમત લગભગ 49,990 ડોલર એટલે કે અંદાજે 36 લાખ રૂપિયા બતાવવામાં આવી રહી છે. જો તમારી પાસે આટલા રૂપિયા નથી તો તમે તેના સસ્તા વેરિયંટને પ્રી-ઓર્ડર કરી શકો છો.

આ માટે તમારે 4,400 ડોલર એટલે કે લગભગ 3,15,000 રૂપિયા ખર્ચ કરવા પડશે. આઈફોન એક્સપ્લોરમાં કેટલાક નક્કાશીદાર સ્ટોન્સ પણ લગાવવામાં આવ્યા છે. ઉપરાંત આ ફોનના ડિઝાઇનમાં તેમને સેટેલાઇટની ઝલક જોવા મળશે. મીડિયા રિપોર્ટ મુજબ સપ્ટેમ્બરમાં કંપનીના ત્રણ iPhones લોન્ચ કરવામાં આવશે. આઇફોનના લાઇનઅપમાં iPhones 11, iPhones 11 પ્રો અને iPhones 11 પ્રો મેક્સ હશે.

આ વીડિયો પણ જુઓ: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ લેશે સંઘપ્રદેશની મુલાકાત

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન