CBI Arrested P Chidabmbaram From His Home In INX Media Case
  • Home
  • Featured
  • લાંબા ડ્રામા બાદ CBIએ કરી ચિદમ્બરમની ધરપકડ, દીવાલ તોડી ઘરમાંથી ઉઠાવ્યા

લાંબા ડ્રામા બાદ CBIએ કરી ચિદમ્બરમની ધરપકડ, દીવાલ તોડી ઘરમાંથી ઉઠાવ્યા

 | 9:58 pm IST

આઈએનએક્સ મીડિયા કેસ મામલે આરોપોનો સામનો કરી રહેલા પૂર્વ નાણા મંત્રી પી. ચિદમ્બરમે ઑલ ઇન્ડિયા કૉંગ્રેસ કમેટીની ઑફિસમાં પાર્ટીનાં વરિષ્ઠ નેતાઓની સાથે પ્રેસ કૉન્ફરન્સ હતી. ત્યારબાદ નાટકીય રીતે ચિદમ્બરમ પોતાના ઘરે પહોંચ્યા હતા અને અહીં CBIની ટીમ પણ પહોંચી હતી. CBIની ટીમ ઘરમાં પ્રવેશે ના તે માટે દરવાજાઓ બંધ કરવામાં આવ્યા હતા. જો કે CBIની ટીમ દીવાલ કૂદીને ઘરમાં ઘુસી હતી અને આખરે ચિદમ્બરમની ધરપકડ કરી હતી.

 

કહેવામાં આવી રહ્યું છે કે ચિદમ્બરમને કૉર્ટમાં રજૂ કરતા પહેલા તેમનું મેડિકલ ચેકઅપ પણ કરવામાં આવશે. પૂર્વ નાણા મંત્રીની ધરપકડ બાદ કૉંગ્રેસ કાર્યકર્તાઓએ વિરોધમાં સીબીઆઈની ગાડી રોકવાનો પ્રયત્ન કર્યો હતો. સમાચાર છે કે ગુરૂવારનાં તેમને સીબીઆઈનાં સ્પેશિયલ જજ અજય કુમાર કુહારની અદાલતમાં રજૂ કરવામાં આવશે. પી. ચિદમ્બરમની ધરપકડ બાદ તેમના દીકરા કાર્તિ ચિદમ્બરમે કહ્યું કે, “આ કેસનાં ઘણા વર્ષો વીત્યા બાદ પણ સીબીઆઈની પાસે ચાર્જશીટમાં મારા પિતાનું નામ નથી.” કાર્તિએ કહ્યું કે, “દેશનાં ઘણા મોટા મુદ્દાઓ પરથી ધ્યાન ભટકાવવા માટે સરકારે આ પગલું ઉઠાવ્યું છે.”


આ પહેલા INX મીડિયા કૌભાંડમાં CBI અને EDની ટીમ જેમની શોધ કરી રહી હતી તે પૂર્વ નાણા મંત્રી પી ચિદમ્બરમ કૉંગ્રેસની ઑફિસે પહોંચ્યા હતા. પી. ચિદમ્બરમ છેલ્લા 24 કલાકથી ગાયબ હતા. ચિદમ્બરમે કૉંગ્રેસ ઑફિસમાં પ્રેસ કૉન્ફરન્સ કરી હતી. કૉંગ્રેસ ઑફિસમાં સીનિયર નેતા ગુલામ નબી આઝાદ, કપિલ સિબ્બલ, અભિષેક મનુ સિંઘવી સહિતનાં નેતાઓ હાજર હતા. પ્રેસ કૉન્ફરન્સ બાદ કૉંગ્રેસ ઑફિસે ચિદમ્બરમ ના મળતા તેમના CBIની ટીમ પહોંચી હતી. CBIની ટીમ માટે દરવાજાઓ ખોલવામાં આવ્યા નહોતા. CBIએ દીવાલ કૂદીને ઘરમાં દાખલ થવું પડ્યું હતુ.

આ વિડીયો પણ જુઓ: પી.ચિદંબરમના ઘરે ધરપકડને લઈ હાઈ વોલ્ટેજ ડ્રામા-1

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન