IRCTC કેસમાં લાલૂ પ્રસાદ, રાબડી દેવી અને તેજસ્વી મુશ્કેલીમાં - Sandesh
  • Home
  • India
  • IRCTC કેસમાં લાલૂ પ્રસાદ, રાબડી દેવી અને તેજસ્વી મુશ્કેલીમાં

IRCTC કેસમાં લાલૂ પ્રસાદ, રાબડી દેવી અને તેજસ્વી મુશ્કેલીમાં

 | 9:28 pm IST

આરજેડી નેતા અને ભૂતપૂર્વ રેલવે મંત્રી લાલૂ પ્રસાદ યાદવની મુશ્કેલીઓ જાણે ઓછી થવાનું નામ જ નથી લઈ રહી. ઘાંસચારા કોભાંડમાં એકથી વધારે કેસમાં જેલવાસ ભોગવી રહેલા લાલૂ પ્રસાદ વિરૂદ્ધ IRCTCની બે હોટલની જોગવાઈ ખાનગી ક્ષેત્રને આપવાના મામલે સીબીઆઈએ ચાર્જશીટ દાખલ કરી છે.

સીબીઆઈએ જણાવ્યું છે કે, આરોપ પત્રમાં લાલૂ પ્રસાદ યાદવ ઉપરાંત તેમની પત્ની અને વિહારના ભૂતપૂર્વ મુખ્યમંત્રી રાબડી દેવી, પુત્ર અને બિહારના ભૂતપૂર્વ ઉપમુખ્યમંત્રી તેજસ્વી યાદવ સહિત કુલ 14 લોકોના નામ શામેલ કરવામાં આવ્યાં છે. એજન્સી થોડા સમય પહેલા જ આ મામલે રાબડી દેવીની પુછપરછ કરી ચુકી છે.

સીબીઆઈના જણાવ્યા પ્રમાણે લાલૂ પ્રસાદે રેલવે મંત્રી રહેતા ઈંડિયન રેલવે કેટરિંગ એંડ ટૂરિઝમ કોર્પોરેશન (IRCTC)ની બે હોટલ (આઈઆરસીટીસી રાંચી અને સુજાના હોટલ, પુરી)નું કામકાજ વિનય અને વિજય કોચરની કંપનીને આપી દીધું હતું. તેના બદલામાં કોચરે પટના સ્થિત ત્રણ એકર મોંઘાભાવની જમીન લાલૂ સાથે જોડાયેલી કંપનીના નામે કરી દીધી હતી.

સીબીઆઈ તરફથી દાખલ કરવામાં આવેલા કેસ અનુંસાર લાલૂ પ્રસાદે પોતાના પદનો દુરૂપયોગ કરતા કોચરને લાભ પહોંચાડ્યો અને બેનામી કંપની ડેલાઈટ માર્કેટિંગ કંપની મારફતે આ જમીન મેળવી. એજંસીના જણાવ્યા પ્રમાણે પુરી સ્થિત સુજાતા હોટલ બાદ ડેલાઈટ માર્કેટિંગ કંપનીની માલિકી પણ સરલા ગુપ્તાથી લઈને રાબડી દેવી અને તેજસ્વી યાદવને સોંપી દીધી હતી.