CBI raids at 9 places across the country including Ahmedabad, connection with the Cookie BV mosque scandal
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Ahmedabad
  • કૂકી બીવીની મસ્જિદ કાંડમાં અમદાવાદ સહિત દેશભરમાં 9 સ્થળે CBIના દરોડા

કૂકી બીવીની મસ્જિદ કાંડમાં અમદાવાદ સહિત દેશભરમાં 9 સ્થળે CBIના દરોડા

 | 5:45 am IST
  • Share

  • રાષ્ટ્રીય સ્મારકની સંરક્ષિત જગ્યામાં લાંચ આપી ઈન્ડ. શેડ્ઝ ઊભા કરાયા
  • 26 લાખ રોકડ, સાડા છ કિલો ચાંદી સહિતના ભ્રષ્ટાચારના દસ્તાવેજો જપ્ત થયા
  • અમદાવાદ, વડોદરા સહિત નવ જગ્યાએ દરોડા પાડીને શંકાસ્પદ દસ્તાવેજો તથા રોકડ રકમ કબજે

દરિયાપુરમાં સ્થિત રાષ્ટ્રીય સ્મારક કુકી બીવીની મસ્જિદ અને મકબરા આસપાસ પ્રતિબંધ હોવા છતાં, મેસર્સ રૂસ્તમ મિલ્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ લિ.( મેસર્સ રિદ્ધિ-સિદ્ધિ એન્ટરપ્રાઈઝ-અમદાવાદ)ને ગેરકાયદે રીતે આસપાસ ઈન્ડસ્ટ્રીયલ શેડ્ઝ અને કોર્મિશયલ બાંધકામ માટે મંજૂરી આપવાના કેસમાં સીબીઆઈએ અમદાવાદ, વડોદરા, એમપી, દીલ્હી અને કર્ણાટકમાં નવ જગ્યાએ દરોડા પાડીને રૂ.26.50 લાખ રોકડા, સાડા છ કિલો ચાંદી સહિત દસ્તાવેજો કબજે કર્યા છે. સીબીઆઈ દ્વારા એક સામટા નવ જગ્યાએ દરોડા પાડતા નેશનલ મોન્યુમેન્ટ ઓથોરિટી, આર્કિયોલોજિસ્ટ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સહિતના ખાતામાં ફફડાટ ફેલાઈ ગયો હતો.

સીબીઆઈ દ્વારા તાજેતરમાં રિદ્ધિ-સિદ્ધિ એન્ટરપ્રાઈઝના પાર્ટનર રમેશ પરમાર, શિવાનંદ વી. રાવ (તત્કાલીન સુપરિન્ટેન્ડિંગ આર્કિયોલોજિસ્ટ, એએસઆઈ, વડોદરા સર્કલ), રવિકુમાર ગૌતમ (વહીવટી અધિકારી, NMA (નેશનલ મોન્યુમેન્ટ ઓથોરિટી)), કનુ પટેલ ( ખાનગી વ્યક્તિ), રાજેશ જોહરી ( કન્ઝર્વેશન આસિસ્ટન્ટ, સુપરિન્ટેન્ડિંગ આર્કિયોલોજિસ્ટ, એએસઆઈ, વડોદરા સર્કલ), આરિફ્ અલી અગરિયા (સિનિ. કન્ઝર્વેશન આસિસ્ટન્ટ, સુપરિન્ટેન્ડિંગ આર્કિયોલોજિસ્ટ, એએસઆઈ, વડોદરા સર્કલ), અજાણ્યા વ્યક્તિ (અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, સુપરિન્ટેન્ડિંગ આર્કિયોલોજિસ્ટ, એએસઆઈ, વડોદરા સર્કલ, મેમ્બર સેક્રેટરી ઓફ્સિ, એનએમએના કર્મચારી, ખાનગી લોકો) સામે આઈપીસીની વિવિધ ધારા અને ભ્રષ્ટાચાર વિરોધી કાયદા હેઠળ ફ્રિયાદ નોંધી હતી.

કુકી બીવીની મસ્જિદ અને મકબરાને એન્સિએન્ટ મોન્યુમેન્ટ્સ એન્ડ આર્કિયોલોજિકલ સાઈટ્સ એન્ડ રિમેઈન્સ એક્ટ (AMSAR Act) હેઠળ રાષ્ટ્રીય સ્મારક તરીકે જાહેર કરાયેલું છે. જેથી આ વિસ્તાર આસપાસ કોઈપણ પ્રકારનું બાંધકામ પ્રતિબંધિત છે.

જોકે, વર્ષ 2006માં મંજૂરી મેસર્સ રૂસ્તમ મિલ્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ લિ.ને અહીં ઈન્ડસ્ટ્રીયલ શેડ્ઝ અને કોર્મિશયલ બાંધકામ માટે મંજૂરી અપાયેલી. જે મુદ્દે, 21 જૂન, 2019નારોજ નવનીત સોની (મેમ્બર સેક્રેટરી, એનએમએ, કેન્દ્રીય સાંસ્કૃતિક વિભાગ, નવી દિલ્હી)એ સીબીઆઈમાં લેખિત ફ્રિયાદ કરી હતી જેમાં સીબીઆઈની તપાસમાં બહાર આવ્યુ હતુ કે, કુકી બીવીની મસ્જિદ અને મકબરા પાસે બાંધકામ કરવાની મંજૂરીનો સહી સાથેનો પત્ર (રિવેલીડેશન લેટર) મેળવવા માટે કનુ પટેલે ( જે અને કે બ્લોકનો માલિક) રાજેશ જોહરી અને આરિફ્અલી અગરિયા મારફ્તે દિલ્હીમાં એનએમએના મેમ્બર સેક્રેટરીની ઓફ્સિમાં અંદાજે રૂ. 30 લાખની લાંચ આપેલ હોવાનું તપાસમાં બહાર આવ્યુ હતુ.જેના પગલે સીબીઆઈ દ્વારા અમદાવાદ, વડોદરા સહિત નવ જગ્યાએ દરોડા પાડીને શંકાસ્પદ દસ્તાવેજો તથા રોકડ રકમ કબજે કરી છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો