બ્રિટને નીરવ મોદીની ગતિવિધિની માહિતી આપી, પરંતુ સ્થાન...??? - Sandesh
  • Home
  • Business
  • બ્રિટને નીરવ મોદીની ગતિવિધિની માહિતી આપી, પરંતુ સ્થાન…???

બ્રિટને નીરવ મોદીની ગતિવિધિની માહિતી આપી, પરંતુ સ્થાન…???

 | 10:39 pm IST

ભારતને તેના ભાગેડુ વેપારીઓના કેસમાં ભારે સફળતા મળી છે. CBIએ જણાવ્યું કે બ્રિટને નીરવ મોદી સહિત કેટલાક ભાગેડુ વેપારીઓની હિલચાલની વિગત CBIને પૂરી પાડી છે.ભારતે વીતેલા દિવસમા ઇશારામાં સમજાવ્યું હતું કે ભારતના ભાગેડુ આર્થિક અપરાધીઓના પ્રત્યર્પણની પ્રક્રિયાને તેજ કરવાની જરૂર છે.

દિલ્હીમાં આયોજિત ઇન્ડો- યુકે હોમ અફેર મંત્રણામાં ભારતે ભાગેડુ હીરાના વેપારી નીરવ મોદીને શોધવામાં બ્રિટનને મદદ કરવા વિનંતી કરી હતી. ગત્ત વર્ષે ગૃહ રાજ્ય પ્રધાન કિરણ રિજીજુએ બ્રિટન સમક્ષ માલ્યા,લલિત મોદી, ક્રિકેટ બુકી સંજીવ કપુર સહિત 13 ભાગેડુઓના પ્રત્યર્પણનો મુદ્દો ઉઠાવ્યો હતો. તે ઉપરાંત ભારતે હીરાના વેપારી અને આર્થિક અપરાધી નીરવ મોદીને શોધવા માટે પણ બ્રિટનની મદદ માગી હતી.

નીરવ મોદી અને તેના મામા મેહુલ ચોક્સીએ પંજાબ નેશનલ બેન્ક સાથે 13,000 કરોડ રૂપિયાની છેતરપિંડી કરી હતી અને પછી ભારત છોડી ભાગી ગયા હતા. ભારતે તે પછી બ્રિટનના અધિકારીઓને નીરવને શોધવામાં મદદ કરવા અનુરોધ કર્યો હતો.મીડિયા અહેવાલ મુજબ નીરવ મોદીએ તાજેતરમાં બ્રિટનમાં રાજકીય શરણની માગણી કરી હતી. તે દાવા કરી રહ્યો છે કે તે ભારત જશે તો તેની રાજકીય પજવણી થઈ શકે છે.

તેમજ CBIએ નીરવ મોદીના ભાઈ અને બેલ્જિયમના નાગરિક નિશાલ વિરૂદ્ધ ઇન્ટરપોલનો સંપર્ક કર્યો છે. જેમાં ઈન્ટરપોલ પાસે નીરવ મોદીના ભાઈ વિરૂદ્ધ પણ રેડ કોર્નર નોટિસ જાહેર કરવાની માંગણી કરી છે. તેમજ કંપનીના એક્ઝિક્યટિવ સુભાષ પરબ માટે પણ આ પ્રકારની જ માંગણી કરી છે. ઈન્ટરપોલની રેડ કોર્નર નોટિસનો અર્થ એવો થાય છેકે, તે પોતાના સભ્ય દેશોને જાણ કરે કે પોતાના આરોપીની ધરપકડ કરે અથવા તેમની અટકાયત કરવાની રહે છે. જે દેશમાં આરોપી દ્વારા શરણ કરવામાં આવેલ હોય.