CBIને હાથ લાગેલા દસ્તાવેજથી ફરી મુશ્કેલીમાં મુકાશે કેજરીવાલના ખાસ મંત્રી - Sandesh
NIFTY 10,382.70 -14.75  |  SENSEX 33,819.50 +-25.36  |  USD 65.0400 +0.29
1.6M
1M
1.7M
APPS
  • Home
  • India
  • CBIને હાથ લાગેલા દસ્તાવેજથી ફરી મુશ્કેલીમાં મુકાશે કેજરીવાલના ખાસ મંત્રી

CBIને હાથ લાગેલા દસ્તાવેજથી ફરી મુશ્કેલીમાં મુકાશે કેજરીવાલના ખાસ મંત્રી

 | 8:49 pm IST

ભ્રષ્ટાચાર મામલે અગાઉથી જ સીબીઆઈ તપાસનો સામનો કરી રહેલા દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સત્યેંન્દ્ર જૈનની મુશ્કેલીઓ વધી શકે છે. દિલ્હી ડેંટલ કાઉન્સિલના રજિસ્ટાર ઋષિ સિંહ અને વકીલ પ્રદીપ શર્માની શનિવાર રાત્રે થયેલી ધરપકડ બાદ એક લોકરની તપાસમાં સીબીઆઈને કેટલાક દસ્તાવેજો હાથ લાગ્યા છે. આ દસ્તાવેજોમાં કરોડો રૂપિયાની પ્રોપર્ટીના કાગળો અને ચેક શામેલ છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ દસ્તાવેજ સત્યેંન્દ્ર જૈન સાથે જોડાયેલા છે.

સીબીઆઈના સૂત્રોએ જણાવ્યું હતું કે, એવું પ્રતિત થઈ રહ્યું છે કે જ્યારે સત્યેન્દ્ર જૈનના ઘરે છાપામારી દરમિયાન તપાસ કરવામાં આવી રહી હશે તે દરમિયાન જ તેમણે પોતાની સંપત્તિઓના દસ્તાવેજ, કેશ અને ચેક ઋષિ રાજના લોકરમાં મુકાવી દીધા હશે. સીબીઆઈને હાથ લાગેલા દસ્તાવેજોમાં 12 વીઘા 2 ગુંઠ્ઠા, 8 વિઘા 17 ગુંઠ્ઠા અને 14 વિઘા જમીનના પાવર ઓફ એટર્ની સાથે સંબંધીત દસ્તાવેજો છે. આ જમીન દિલ્હીના કેરાલા ગામની હોવાનું જણાવાઈ રહ્યું છે.

આ ઉપરાંત 24 લાખની રોક્ડ, અડધો કિલો સોનું, 2 કરોડ રૂપિયાની ડિપોઝિટ સ્લિપ અને કરોડો રૂપિયાની અન્ય લેવડ દેવડ સાથે જોડાયેલી 41 ચેકબુક પણ મળી આવી છે. જોકે હજી સુધી એ બાબત સ્પષ્ટ થઈ શકી નથી કે આ કેશ અને ગોલ્ડ સત્યેન્દ્ર જૈનનું છે કે કેમ, પરંતુ ચેક અને ડિપોઝિટ સ્લિપ તેમના નામની જ જણાવાઈ રહી છે.

ઉલ્લેખનીય છે કે ઋષિ અને પ્રદીપની ધરપકડ એક વ્યક્તિ પાસેથી 4.73 લાખ રૂપિયાની લાંચ લેવાના આરોપસર થઈ હતી. આરોપ છે કે તે બંનેએ આ વ્યક્તિને વાયદો કર્યો હતો કે તે દિલ્હી ડેંટલ કાઉન્સિલમાં બ્લેકલિસ્ટ સાથે સંકળાયેલા મુદ્દએને ઉકેલી નાખશે.

સીબીઆઈ મની લોન્ડરીંગના એક કેસમાં પહેલાથી જ સત્યેન્દ્ર જૈન વિરૂદ્ધ એફઆઈઆર નોધી ચુકી છે. હવે તાજેતરમાં મળી આવેલા વધુ દસ્તાવેજોને લઈને સત્યેન્દ્ર જૈનની પુછપરછ થઈ શકે છે.