CBI Sources suggest ‘Suspicious Behaviour’ a day before the actor’s Death
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Entertainment
  • Bollywood
  • સુશાંત કેસમાં થઈ શકે છે મોટો ધડાકો, મૃત્યુના આગલા દિવસે ફોનની એક્ટિવિટી શંકાસ્પદ : CBI સૂત્ર

સુશાંત કેસમાં થઈ શકે છે મોટો ધડાકો, મૃત્યુના આગલા દિવસે ફોનની એક્ટિવિટી શંકાસ્પદ : CBI સૂત્ર

 | 10:51 pm IST

સુશાંત સિંહનાં મૃત્યુ કેસની તપાસ કરી રહેલા સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઇન્વેસ્ટિગેશનના સૂત્રોના મતે બાન્દ્રાના નિવાસસ્થાનેથી અભિનેતા સુશાંત સિંહ મૃત હાલતમાં મળી આવ્યો તેના એક દિવસ પહેલાં સેલ્યુલર એક્ટિવિટીએ શંકાસ્પદ વર્તન અંગે સંકેત આપ્યા હતા.

હેવાલ મુજબ સુશાંત સિંહે 13 જૂનની બપોર બાદ જ કેટલાય ફોન તથા મેસેજ રિસીવ કર્યા ન હતા. તેની બહેન મીતુ પણ એ વાત કહી ચૂકી છે કે 14 જૂનની સવારે પણ સુશાંતે તેનો ફોન રિસીવ કર્યો ન હતો. સુશાંતના પડોશીઓ પણ એમ કહી ચૂક્યા છે કે 13મીએ સુશાંતના ઘરની લાઇટ જલદી બંધ થઇ ગઇ હતી. સુશાંતની પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં પણ તેમના મોતનો સમય જણાવાયો નથી, એ મુદ્દા સામે પણ સવાલ થઇ રહ્યા છે.

સુશાંત સિંહના કેસમાં અલગ અલગ એંગલથી તપાસ ચાલી રહી છે, પણ હજુ કોઇ સ્પષ્ટ સંકેત મળતા નથી. હજુ કોઇ તપાસમાં અપમૃત્યુના કારણની સ્પષ્ટ દિશા જણાતી નથી.

શૌવિક અને રિયાએ અલગ અલગ જામીન અરજી કરી

હાલમાં એનસીબીની કસ્ટડીમાં રહેલા રિયા ચક્રવર્તી અને તેના ભાઇ શૌવિકે બોમ્બે હાઇકોર્ટ સમક્ષ જુદી જુદી જામીન અરજી કરશે એમ લાગે છે. ઉપરાંત એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ મની લોન્ડરિંગ અંગે પણ તપાસ કરી રહી છે.

દિશા સાલિયાનની આત્મહત્યા અંગે રશ્મિ દેસાઈએ શું આપ્યા સંકેત?

સુશાંત સિંહ રાજપૂતની પૂર્વ મેનેજર દિશા સાલિયાનની આત્મહત્યા પણ એક રહસ્ય જ બની ગઇ છે, ત્યારે દિશા સાલિયાનની મિત્ર અભિનેત્રી રશ્મિ દેસાઇએ પણ એક ખુલાસો કર્યો છે. યાદ રહે કે સુશાંતના મૃત્યુના થોડા દિવસો પહેલાં જ તેની પૂર્વ મેનેજર દિશાએ 14 મા માળેથી છલાંગ લગાવીને મોતને વહાલું કર્યું હતું. તેની આત્મહત્યા પાછળના કારણ અંગે પણ રહસ્ય જ છે, ત્યારે તેની મિત્ર રશ્મિ દેસાઇએ એક ઇન્ટરવ્યૂમાં એવો ખુલાસો કર્યો છે કે મૃત્યુના એક દિવસ પહેલાં દિશા અને મેં ચેટ દ્વારા વાત કરી હતી, જેમાં તેણે કહ્યું હતું કે આપણે સાથે બહાર ફરવા જઇએ, ફોન પર વધુ વાત કરી ન શકાય. પરંતુ બીજા જ દિવસે તેનું મૃત્યુ થઇ ગયું. રશ્મિએ વધુમાં જણાવ્યું કે, દિશા બોલિવૂડમાં ઘણા મોટા સ્ટાર સાથે કામ કરી ચૂકી છે. તેથી મને લાગે છે કે ઇન્ડસ્ટ્રીના કેટલાક લોકો સાથે તેની ઘણી સારી ઓળખ હતી. દિશા અંગે તમે એ સ્ટાર સાથે વાત કરવી જોઇએ. કોઇ તો એવું હશે જે કંઇક જાણતો હશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન