CBI Team Reaches IPS Residence After Calcutta HC Lifts Relief
  • Home
  • Featured
  • CBIના અધિકારીઓને ધક્કે ચડાવવા મમતાના ‘દુલારા’ રાજીવ કુમારને પડશે ભારે, જામશે જંગ

CBIના અધિકારીઓને ધક્કે ચડાવવા મમતાના ‘દુલારા’ રાજીવ કુમારને પડશે ભારે, જામશે જંગ

 | 7:28 pm IST

વિવાદમાં આવેલા પશ્ચિમ બંગાળના આઈપીએસ અધિકારી અને કોલકાતાના પૂર્વ પોલીસ કમિશ્નર રાજીવ કુમારની મુશ્કેલીઓ વધી શકે છે. હવે સીબીઆઈ કોલકાતામાં પોલીસના ડેપ્યુટી કમિશ્નરની ઓફિસે ધામા નાખ્યા હતાં. આ કેમ્પસમાં જ રાજીવ કુમારનું ઘર પણ આવેલુ છે.

કોલકાતા હાઈકોર્ટે રાજીવ કુમારની ધરપકડ પરથી પ્રતિબંધ હટાવી લીધો છે. તેવામાં સીવીઆઈએ શારદા ચિટ ફંડ કેસની પુછપરછ માટે રાજીવ કુમારને નોટિસ ફટકારી છે અને તેમને આવતી કાલે શનિવારે હાજર થવા જણાવ્યું છે. 

આ અગાઉ કોલકાતા હાઈકોર્ટે શારદા ચિટ ફંડ કેસમાં કોલકાતના પૂર્વ પોલીસ કમિશ્નર રાજીવ કુમાર સીબીઆઈની સામે પડ્યા હતાં. રાજીવ કુમારના ઘરે તપાસ માટે ગયેલી સીબીઆઈની ટીમને કોલકાતા પોલીસે ધક્કે ચડાવી હતી અને ગેરવર્તન કર્યું હતું. જેને લઈને કોલકાતા પોલીસ અને સીબીઆઈ વચ્ચે ટકરાવની સ્થિતિ ઉભી થઈ હતી. હવે કોલકાતા હાઈકોર્ટે રાજીવ કુમારની ધરપકડ સંબંધીત પોતાના આદેશને આજે હટાવી લેતા સીબીઆઈએ ફરી એકવાર તેમની તપાસ હાથ ધરી છે.

અદાલતે સીબીઅઈની એક નોટિસને રદ્દ કરવાના તેમના અનુરોધને પણ ફગાવી દીધો છે. આ મામલે રાજીવ કુમારને પુછપરછ માટે હાજર રહેવા જણાવવામાં આવ્યું છે. મમતા બેનરજીએ આ મામલે રાજીવ કુમારનો પક્ષ લીધો હતો અને મોદી સરકાર સામે બાંયો ચડાવી હતી.

હાલ સંયુક્ત પોલીસ મહાનિર્દેશક (સીઆઈડી) પદે કાર્યરત રાજીવ કુમાર એ એસઆઈટીનો ભાગ હતા, જેને રાજ્ય સરકારે અન્ય ચિટ ફંડ કેસ સાથે જ આ કેસની તપાસ માટે નિમી હતી. પરંતુ સુપ્રીમ કોર્ટે 20144માં આ કેસને સીબીઆઈને સોંપી દીધો હતો. સારદા ગૃપ ઓફ કંપનીઝે લાખો લોકોન્ને કથિત રીતે રોકાણ કરવા પર ઉંછા વ્યાજની લાલચ આપી 2500 કરોડ રૂપિયાનો ચૂનો લગાવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન