CBI tells SC It does not want any further custody of P.Chidambaram
  • Home
  • Featured
  • તો શું હવે આ દિવસે જ ચિદમ્બરમને તિહાડ જેલમાં મોકલી દેવાશે? CBIએ તો સુપ્રીમને કહી દીધું

તો શું હવે આ દિવસે જ ચિદમ્બરમને તિહાડ જેલમાં મોકલી દેવાશે? CBIએ તો સુપ્રીમને કહી દીધું

 | 3:44 pm IST

સુપ્રીમ કોર્ટમાં ફરી એકવખત મંગળવારના રોજ પૂર્વ નાણાં મંત્રી પી.ચિદમ્બરમના કેસમાં સુનવણી થઇ. સોમવારના રોજ સુપ્રીમ કોર્ટમાંથી પી.ચિદમ્બરમને થોડીક રાહત મળી હતી અને ચિદમ્બરમ તિહાડ જવાથી બચી ગયા હતા. તેને લઇ સીબીઆઈની તરફથી જે આપત્તિ વ્યક્ત કરાઇ હતી તેના પર મંગળવારના રોજ સુનવણી થઇ. કોર્ટમાં સીબીઆઈની તરફથી અપીલ કરાઈ હતી કે પૂર્વ નાણાંમંત્રીને ન્યાયિક કસ્ટડીમાં તિહાડ જેલ મોકલી દેવામાં આવે. જો કે સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો કે પી.ચિદમ્બરમ 5 સપ્ટેમ્બર સુધી સીબીઆઈની કસ્ટડીમાં જ રહેશે અને એ દિવસે કેસની સુનવણી થશે.

મંગળવારના રોજ સૉલિસિટર જનરલ તુષાર મહેતાની તરફથી કહેવામાં આવ્યું કે પી.ચિદમ્બરમની તરફથી સોમવારના રોજ વચગાળાના જામીન માટે અરજી કરાઈ હતી. તેના પર રાઉજ એવન્યુ કોર્ટમાં સુનવણી થવાની છે.

કોર્ટમાં સીબીઆઈ એ કહ્યું કે હવે તેમણે પી.ચિદમ્બરમની કસ્ટડી જોઇતી નથી, એવામાં પી.ચિદમ્બરમને ન્યાયિક કસ્ટડીમાં મોકલી દેવામાં આવે. જો કે સુપ્રીમ કોર્ટે આ તર્કને તરત જ સંભળાવાની ના પાડી દીધી અને 5 સપ્ટેમ્બર સુધી આ કેસને ટાળી દીધો.

ઉલ્લેખનીય છે કે જો કોર્ટની તરફથી પી.ચિદમ્બરમને ન્યાયિક કસ્ટડીમાં મોકલાશે તો પૂર્વ નાણાંમંત્રીને તિહાડ જેલમાં શિફ્ટ કરાશે, જ્યારે અત્યારે તેઓ સીબીઆઈની કસ્ટડીમાં છે. જો કે સુપ્રીમ કોર્ટની તરફથી કહેવામાં આવ્યું છે કે આ કેસને હવે તેઓ 5મી સપ્ટેમ્બરના રોજ સંભળાવશે. કોર્ટે સીબીઆઈને કહ્યું છે કે અમે તમને પહેલાં પણ ઘણા સાંભાળ્યા છે, એવામાં તેમને ત્યાં સુધી સીબીઆઈની કસ્ટડીમાં જ રાખવામાં આવે.

જો કે સીબીઆઈ એ પી.ચિદમ્બરમની 21મી ઑગસ્ટ રોજ ધરપકડ કરી હતી, ત્યારબાદથી જ તેઓ સીબીઆઈની કસ્ટડીમાં છે. સોમવારના રોજ સીબીઆઈએ પી.ચિદમ્બરમને ન્યાયિક કસ્ટડીમાં મોકલવાની અપીલ કરી હતી, પરંતુ પી.ચિદમ્બરમના વકીલો દ્વારા વચગાળાના જામીનની અરજી રાઉજ એવન્યુ કોર્ટમાં હોવાનો દાવો કર્યો તો કોર્ટમાં સીબીઆઈ કસ્ટડીને ત્રણ દિવસ વધારવા માટે આદેશ આપ્યો.

21મી ઑગસ્ટના રોજ ધરપકડ બાદ સીબીઆઈ એ કોર્ટમાંથી પી.ચિદમ્બરમના માત્ર પાંચ દિવસના રિમાન્ડ માંગ્યા હતા. જો કે ત્યારબાદ પણ સીબીઆઈ એ રિમાન્ડ વધારવાની માંગને જે વધારીને 15 દિવસ (5 સપ્ટેમ્બર) સુધી કરાયા હતા. પી.ચિદમ્બરમની તરફથી આરોપ મૂકાયો હતો કે સીબીઆઈ કસ્ટડીમાં તેમને એકનો એક જ પ્રશ્ન વારંવાર પૂછવામાં આવી રહ્યો છે, આખા દિવસમાં માત્ર 8-10 પ્રશ્ન જ પૂછી રહ્યા છે.

આ વીડિયો પણ જુઓ – નર્મદા મામલે મનસુખ વસાવાનું નિવેદન

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન