CBI urprise check PM Narendra Modi initiative in Railways, Coal, BSNL
  • Home
  • Featured
  • PM નરેન્દ્ર મોદીએ નિર્દેશ આપતા જ CBIએ દેશભરમાં બોલાવ્યો સપાટો

PM નરેન્દ્ર મોદીએ નિર્દેશ આપતા જ CBIએ દેશભરમાં બોલાવ્યો સપાટો

 | 6:32 pm IST

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિર્દેશ પર સીબીઆઈએ દેશભરમાં તપાસનો ધમધમાટ બોલાવ્યો છે. સીબીઆઈ રેલવે, પરિવહન, બેંક, બીએસએનએલ સહિત અનેક વિભાગોમાં તપાસ ચલાવી રહી છે. સીબીઆઈએ દેશમાં 150 ઠેકાણે સપાટો બોલાવ્યો હતો.

સીબીઆઈ  દેશભરમાં વ્યાપક નિરીક્ષણ કરી રહી છે. આ તપાસ એજન્સી જુદા જુદા વિભાગોમાં જઈને એ બાબત તપાસી રહી છે કે, લોકોની ફરિયાદોનું નિવારણ કેવી રીતે લાવવામાં આવે છે. તેવી જ રીતે સીબીઆઈ દરેક નાગરિકની વિભાગો સુધી સામાન્ય પહોંચને લઈને પણ તપાસ ચલાવી રહી છે.

તપાસ એજન્સી ભારતના મુખ્ય શહેરો દિલ્હી, જયપુર, જોધપુર, ગુવાહાટી, શ્રીનગર, શિલોંગ, ચંડીગઢ, શિમલા, ચેન્નઈએ, મદુરાઈ, કોલકાતા, હૈદરાબાદ, બેંગલુરૂ, મુંબઈ, પુના, ગાંધીનગર, ગોવા, ભોપાલ અને જબલપુરમાં તપાસ કરી રહી છે.

આ ઉપરાંત સીબીઆઈ નાગપુર, પટના, રાંચી, ગાઝિયાબાદ, દેહરાદૂન અને લખનૌમાં પણ ઓફિસો ખંગાળી રહી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે સીબીઆઈ આ શહેરોની નજીક આવેલા અન્ય મુખ્ય સ્થાનો પર પણ અભિયાન ચલાવી રહી છે.

રેલવે, કોલસાની ખાણો અને કોસસાના અન્ય ક્ષેત્રો, મેડિકલ અને સ્વાસ્થ્ય વિભાગ, ફૂડ કોર્પોરેશન, પાવર, મ્યુનિશિપલ કોર્પોરેશન, ઈએસઆઈસી, ટ્રાંસપોર્ટ, સેંટ્રલ પબ્લિક વર્ક ડિપાર્ટેમન્ટ, ફાયસ સેવાઓ, સબ રજિસ્ટાર ઓફિસ અને ઔદ્યોગિક એકમોમાં તપાસ ચલાવી રહી છે. સાથે જ ડીએસટી વિભાગ, પોર્ટ ટ્ર્રસ્ટ, નેશનલ હાઈવે, ડીએવીપી, એરપોર્ટ ઓથોરિટી પણ એજન્સીની રડાર પર છે. 

આ વીડિયો પણ જુઓ : હૈદરાબાદમાં પોલીસ કર્મીની સતર્કતાને કારણે એક વ્યક્તિનો જીવ બચ્યો

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન