CBRE Report Delhi Connaught place is World 9th Most Expensive Place
  • Home
  • Business
  • ભારતમાં આ જગ્યા પર ઓફિસ ખોલવું સૌથી મોંઘું, જાણો દુનિયાની સૌથી મોંઘીદાટ જગ્યાઓ વિશે

ભારતમાં આ જગ્યા પર ઓફિસ ખોલવું સૌથી મોંઘું, જાણો દુનિયાની સૌથી મોંઘીદાટ જગ્યાઓ વિશે

 | 4:51 pm IST

બુધવારે સીબીઆરઇની એક રિપોર્ટ જાહેર કરવામાં આવી જેમાં વિશ્વની 10 એવી જગ્યાઓ વિશે માહિતી આપવામાં આવી છે. જે વિશ્વમાં સૌથી મોંઘી છે અને જ્યાં ચોરસ ફૂટ દીઠ ભાવ સૌથી મોંઘા અને આસમાને છે. એવી મોંઘીદાટ જગ્યાઓ ધરાવતા દેશોમાં ભારતનું નામ પણ સામેલ છે.

મીડિયા રિપોર્ટ મુજબ સીબીઆરઇના રિપોર્ટ મુજબ આ યાદીમાં ભારતની રાજધાનીના કનોટ પ્લેસ ક્ષેત્રને જાન્યુઆરી-માર્ચ સમયગાળા માટે 9માં સ્થાને યથાવત રાખવામાં આવ્યો છે. આ ક્ષેત્રની ઓક્યૂપેંસી કિંમત 143.97 ડોલર(9,800 રૂપિયા) ચોરસ ફૂટ દીઠ છે. આ યાદીમાં ટોચ પર સતત બીજીવાર હોંગકોંગ(સેન્ટ્રલ)નું નામ છે. જ્યાં સરેરાશ કિંમત 322 ડોલર ચોરસ ફૂટ દીઠ છે. ત્યાર બાદ લંડન(વેસ્ટ ઇંડ) છે. જ્યાં ભાવ ચોરસ ફૂટ દીઠ 222.7 ડોલર છે.

આ સિવાય ત્રીજા નંબરની વાત કરીએ તો હોંગકોંગનું કોલૂન ક્ષેત્રનું નામ આવે છે. જ્યારે સરેરશ કિંમત 208.67 સ્ક્વેર ફૂટ છે. જ્યારે ચોથા અને પાંચમા નંબરની વાત કરીએ તો અનુક્રમે ન્યુયોર્કનું મિડટાઉન મેનહટ્ટન ક્ષેત્ર(196.89 ડોલર) અને બીજિંગનું ફાઇનાન્સ સ્ટ્રીટ(187.77 ડોલર) છે. ભારતની વાત કરીએ તો આ યાદીમાં મુંબઈનું બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ(બીકેસી) અને નરીમન પોઈન્ટ-સેન્ટ્રલ બિજનેસ ડિસ્ટ્રિક્ટ(સીબીડી)ને અનુક્રમે 27 અને 40મું સ્થાન મળ્યું છે. જ્યારે કિંમત અનુક્રમે લગભગ 90.67 ડોલર(6,213.99 રૂપિયા) ચોરસ ફૂટ દીઠ અને 68.38 ડોલર(4,685.91 રૂપિયા) ચોરસ ફૂટ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન