cbse-10th-board-exams-2019-passing-criteria-for-class-x-2019-check-details-here
  • Home
  • India
  • CBSE Class 10th Exam 2019: હવે વિદ્યાર્થીઓને પાસ થવા માટે લાવવા પડશે આટલા માર્ક્સ…

CBSE Class 10th Exam 2019: હવે વિદ્યાર્થીઓને પાસ થવા માટે લાવવા પડશે આટલા માર્ક્સ…

 | 9:43 pm IST

સીબીએસઈ બોર્ડે 10માંના વિદ્યાર્થીઓને મોટી રાહત આપી છે. સીબીએસઈ ચેરમેન અનીતા કરવાલેએ કહ્યું છે કે, રાહત આપતા બોર્ડે નિર્ણય કર્યો છે કે, 10મી વિદ્યાર્થીઓ માટે પાસિંગ ક્રાઈટેરિયાને વધુ સરળ બનાવવામાં આવે. હવે આવતા વર્ષથી થનાર પરીક્ષામાં વિદ્યાર્થીઓને કોઈપણ વિષયની થ્યોરી અને પ્રેક્ટિકલ બંનેમાં ટોટલ ઓછામાં ઓછા 33 ટકા માર્કસ લાવવા પડશે.

અત્યાર સુધી વિદ્યાર્થીઓને 10મી પરીક્ષામાં પાસ થવા માટે થ્યોરી અને પ્રેક્ટિકલ બંનેમાં અલગ-અલગ 33-33 ટકા માર્ક્સ લાવવા જરૂરી છે. કહેવામા આવી રહ્યું છે કે, આ નિર્ણયને આવતા વર્ષ સુધીમાં લાગૂ કરી દેવામા આવશે. આનાથી પહેલા બોર્ડના ચેરમેન અનીતા કરવાલેએ ફેબ્રુઆરી 2018માં કહ્યું હતુ કે, નિયમ માત્ર 2018ના વિદ્યાર્થીઓ માટે છે, પરંતુ તે સમયે આ નિયમ લાગૂ કરવામા આવ્યું નહતો.

સીબીએસઈની દેશભરમાં 18,000થી વધારે શાળાઓ છે. આશા વ્યક્ત કરવામા આવી રહી છે કે, 2019માં સીબીએસઈની પરીક્ષામાં 10 લાખથી વધારે વિદ્યાર્થીઓ સામેલ થઈ શકે છે.