ધો. 12 અર્થશાસ્ત્ર અને 10ની ગણિતની સીબીએસઈની પરીક્ષા ફરી લેવાશે - Sandesh
  • Home
  • India
  • ધો. 12 અર્થશાસ્ત્ર અને 10ની ગણિતની સીબીએસઈની પરીક્ષા ફરી લેવાશે

ધો. 12 અર્થશાસ્ત્ર અને 10ની ગણિતની સીબીએસઈની પરીક્ષા ફરી લેવાશે

 | 3:39 pm IST
  • Share

સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એક્ઝામીનેશન્સ (સીબીએસઈ)ની ધોરણ-12ની અર્થશાસ્ત્ર તથા ધો.-10ની ગણિતની પરીક્ષા ફરી લેવામાં આવનાર છે. આ બંને પરીક્ષા ક્યારે લેવાશે તેની તારીખ હજુ સુધી નક્કી કરાઈ નથી.

સીબીએસઈની આ વર્ષની કેટલીક પરીક્ષાઓના પેપર ફૂટી ગયાની ચર્ચા છેડાઈ હતી અને કેટલીક ઘટનામાં પોલીસે તપાસ પણ શરૂ કરી છે. મીડિયા અહેવાલ મુજબ પરીક્ષાને કલંકમુક્ત રાખવા માટે આ નિર્ણય લેવાયો છે.

ધોરણ-12ના અર્થશાસ્ત્રની 27 માર્ચે અને ધોરણ-10ની ગણિતની પરીક્ષા 28 માર્ચ એટલે કે આજે યોજાઈ હતી. આ બંને પરીક્ષાઓમાં 28,24,734 વિદ્યાર્થીઓ બેઠા હતાં.

સીબીએસઈના જણાવ્યા અનુસાર આ વર્ષની ધોરણ-10ની પરીક્ષા માટે 16,38,428 અને ધોરણ-12 પરીક્ષા માટે 11,86,306 વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો