CBSE બોર્ડ 2018: 10મું પાસ કરવું થયું સહેલું, પરીક્ષાર્થીઓને મળી આ છૂટ - Sandesh
NIFTY 10,806.50 +0.00  |  SENSEX 35,535.79 +0.00  |  USD 67.3250 +0.02
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Education
  • CBSE બોર્ડ 2018: 10મું પાસ કરવું થયું સહેલું, પરીક્ષાર્થીઓને મળી આ છૂટ

CBSE બોર્ડ 2018: 10મું પાસ કરવું થયું સહેલું, પરીક્ષાર્થીઓને મળી આ છૂટ

 | 12:22 am IST

સીબીએસઇએ દસમા ધોરણની બોર્ડની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓને પાસ થવા માટે મોટી રાહત આપી છે. આ વર્ષે પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓને પસા થવા માટે હવે નવા નિયમ પ્રમાણે 35ને બદલે 33 માર્ક લાવવા પડશે! એ ઉપરાંત પણ કેટલાક બીજા ફેરફારો કર્યો છે.

સીબીએસઇએ નવા નિયમો દાખલ કર્યા છે, તે મુજબ વિદ્યાર્થીઓએ પાસ થવા માટે દસમાની પરીક્ષામાં 35ને બદલે 33 માર્ક લાવવા પડશે. ઉપરાંત ઇન્ટરનલ એસેસમેન્ટ માર્ક પણ હવે ગણાશે. મતલબ કે ઇન્ટરનલ એસેસમેન્ટના 20 માર્ક બોર્ડની પરીક્ષાના 80 માર્ક મળીને કુલ 100 માર્કની પરીક્ષા ગણાશે.

સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશને મંગળવારે આ જાહેરનામું બહાર પાડયું હતું. આ નિયમ આ વર્ષની પરીક્ષા સાથે અમલી બની જશે. સીબીએસઇના વરિષ્ઠ અધિકારીઓના જણાવ્યા પ્રમાણે આ નિર્ણય ખાસ વિદ્યાર્થીઓને રાહત આપવા માટે લેવાયો છે.

આ વખતે દસમા ધોરણની બોર્ડની પરીક્ષા 5 માર્ચથી શરૂ થઇ રહી છે અને 8 વર્ષ બાદ આ પરીક્ષાને ફરીથી અનિવાર્ય કરી દેવાઇ છે. સીબીએસઇએ પહેલાં કોમ્પ્રિબેન્સીવ અને કોન્ટીન્યુઅસ ઇવેલ્યુશન (સીસીઇ) સ્કીમની સાથે બોર્ડની પરીક્ષાને ઓપ્શનલ કરી દીધી હતી.

કોઇ પણ વિદ્યાર્થીનું એડમીટ કાર્ડ શાળા રોકી ન શકે : સીબીએસઇ
કેન્દ્રિય માધ્યમિક શિક્ષણ બોર્ડે સ્કુલોને ચેતવણી આપી છે કે શાળા બોર્ડની પરીક્ષા આપવા માટે યોગ્ય એવા કોઇ પણ વિદ્યાર્થીનું એડમીટ કાર્ડ રોકી શકે નહીં. કેટલાક કિસ્સામાં શાળાએ પ્રીબોર્ડ પરીક્ષામાં નબળા દેખાવને પગલે તેઓને બોર્ડની પરીક્ષા આપતા રોકવા માટે એડમીટ કાર્ડ આપતી નથી. તો વળી કેટલીક શાળા ફી પણ વસુલ કરે છે.