CCTV footage of a truck-car accident in Bharuch's Walia taluka
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Gujarat
  • ભરૂચ: ટ્રક-કાર વચ્ચે ભયાનક અકસ્માતના સીસીટીવી ફૂટેજ, કારચાલકનું કરુણ મોત

ભરૂચ: ટ્રક-કાર વચ્ચે ભયાનક અકસ્માતના સીસીટીવી ફૂટેજ, કારચાલકનું કરુણ મોત

 | 11:40 pm IST
  • Share

વાલિયાના કોંઢ ગામ નજીક ગતરોજ ટ્રક-કાર વચ્ચે સર્જાયેલ માર્ગ અકસ્માતના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. ટ્રક ચાલકે ઉભી રહેલી કારને પાછળથી જોરદાર ટક્કર મારી હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. આ અકસ્માતમાં કારચાલકનું કરુણ મોત નિપજ્યું હતું જ્યારે મુસાફરને ઇજાઓ પહોંચી હતી.

નેત્રંગ ખાતે રહેતા રાહુલભાઈ દંતાણી પોતાની ઇકો કારમાં પેસેન્જર બેસાડી અંકલેશ્વર જઈ રહ્યા હતા. તેઓ વાલિયા તાલુકાના કોંઢ ગામ પાસે પેસેન્જર બેસાડવા ઇકો કારને રોડની બાજુમાં ઉભી કરી હતી અને તેઓ કારમાંથી નીચે ઉતરીને કારનો દરવાજો ખોલતા હતા. તે દરમિયાન પુરપાટ ઝડપે આવતી ટ્રકના ચાલકે ઇકો કાર સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો.

આ અકસ્માતમાં કાર ચાલક રાહુલ દંતાણીને ગંભીર ઇજો ઓ પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવતા માર્ગમાં જ મોત નીપજ્યું હતું. જયારે ઇકો કારમાં સવાર મહેશ જાદવને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે ટ્રક ચાલક અકસ્માતસર્જી ટ્રક મૂકી ફરાર થઇ ગયો હતો. આ અકસ્માતની જાણ વાલિયા પોલીસને થતા પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને રાહુલ દંતાણીના મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડી ટ્રક ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો