પાલનપુર અકસ્માત: 7 લોકોને મોતને ઘાટ ઉતારનાર ટેન્કરના CCTV ફૂટેજ આવ્યા સામે - Sandesh
NIFTY 10,984.85 -34.05  |  SENSEX 36,471.44 +-70.19  |  USD 68.5525 +0.03
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Gujarat
  • પાલનપુર અકસ્માત: 7 લોકોને મોતને ઘાટ ઉતારનાર ટેન્કરના CCTV ફૂટેજ આવ્યા સામે

પાલનપુર અકસ્માત: 7 લોકોને મોતને ઘાટ ઉતારનાર ટેન્કરના CCTV ફૂટેજ આવ્યા સામે

 | 4:41 pm IST

પાલનપુર-આબુ હાઈવે પર આર.ટી.ઓ. સર્કલ પર એક હોટલ પર પાલનપુર-ડીસા અને અમીરગઢના વેપારીઓ તેમના વાહન પાર્ક કરી ચર્ચા કરતાં હતાં. તેવામાં આબુ રોડ બાજુથી પૂર ઝડપે આવી રહેલ ટેન્કરના ચાલકે સીધુ જ હોટલ તરફ હંકારી જતાં વચ્ચે પડેલ એક સ્વીફ્ટ કાર, એક ક્રિએટા અને એક રિક્ષાને અડફેટમાં લઈ ખુડદો બોલાવી દીધો હતો અને વેપારીઓને પણ અડફેટમાં ફંગોળતા છ વ્યક્તિના ઘટનાસ્થળે મોત નીપજ્યાં હતાં. જ્યાંરે મોડી રાત્રી દરમિયાન વધુ એક વ્યક્તિનું મોત નિપજ્યુ હતું. હવે આ અકસ્માતનો CCTV વીડિયો સામે આવ્યો છે. જેને જોઇ તમે પણ દંગ રહી જશો.

મૃતકોમાં ભરતભાઈ મણીલાલ પટેલ (રહે.અમીરગઢ), દીલીપભાઈ છગનભાઈ પટેલ (રહે.અમીરગઢ), સુરેશભાઈ સામજીભાઈ પટેલ (રહે.અમીરગઢ), વિઠ્ઠલભાઈ પટેલ (રહે.અમીરગઢ), રાહુલભાઈ દીલીપભાઈ જોષી (રહે.બ્રાહ્મણવાસ, પાલનપુર) અને પ્રકાશભાઈ ઈશ્વરભાઈ સોલંકી (રહે.ડીસા)નો સમાવેશ થાય છે.